ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી સતત કેસ (Gujarat Corona Update)માં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફેબ્રુઆરીની 16 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 884 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 2688 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 13 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં વડોદરામાં સૌથી વધુ 05 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડા પર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 304 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 35 વડોદરા શહેરમાં 158 અને રાજકોટમાં 12 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 2688 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 1,68,132 નાગરિકોનુ રસીકરણ થયું
આજ રોજ 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 1,68,132 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18થી 45 વર્ષ વયના 12,293 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 51,923 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15થી 18 વર્ષના 11,423 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 54,559 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 24,775 નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 10,13,94,955 રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 9378
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 9378 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 70 વેન્ટિલેટર પર અને 9308 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,851 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,97,983 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.34 ટકા સુધી પહોંચ્યો છે.