ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Update) દિવસેને દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ જાન્યુઆરીના 9 તારીખે સમગ્ર રાજ્યમાં 6275 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. આજે એક પણ મૃત્યુ નોંધાયા નથી, જ્યારે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ નવો કેસ નોંધાયો નથી, જ્યારે રાજ્યમાં નવા વેરિયન્ટના કુલ 236 નોંધાયા છે, જેમાંથી 186 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે.
સૌથી વધુ અમદાવાદમાં કેસો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 2521 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1696, વડોદરા શહેરમાં 347 અને રાજકોટમાં 194 કેસ નોંધાયા છે. કુલ 1263 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 70 કેસ નોંધાયા
આજે કચ્છમાં 70 પોઝિટિવ કેસો (Kutch Corona Update) નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 303 પહોંચી છે. તો 56 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13225 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 12810 છે. તથા આજ સુધી ઓમિક્રોનના 05 કેસો નોંધાયા છે.
આજે જૂનાગઢમાં કોરોનાના 47 કેસ નોંધાયા
જૂનાગઢ જિલ્લામાં પણ આજે સંક્રમિત કેસનો આંકડો પાછલા છ મહિના દરમિયાન સૌથી વધુ એટલે કે 47 નોંધાયો છે. આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી સાથે-સાથે ઓમિક્રોન વેરિયન્ટનો કેસ જોવા મળ્યો નથી. જે ખૂબ જ રાહતના સમાચાર છે, પરંતુ આજે જૂનાગઢ જિલ્લામાં રસીકરણ અભિયાનને બ્રેક લાગી હોય તેવા હતાશાજનક સમાચાર પણ મળી રહ્યા છે.
આજે 93467 નાગરીકોને વેક્સિન અપાઈ
આજે 9 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કુલ 93467 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 24671 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 35,767 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 9,31,18,817 રસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કુલ 18,56,040 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 27,913
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 27,913 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 26 વેન્ટિલેટર પર અને 27,887 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,128 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 95.59 ટકા પર પહોંચ્યો છે.
આ પણ વાંચો:
RSS headquarters recce: JKમાં 4 આતંકવાદીઓની ધરપકડ, જૈશના આતંકવાદીએ 2021માં પણ જાસૂસી કરી હતી
Pm modi Announcement: ગુરુ ગોવિંદ સિંહના પુત્રોને શ્રદ્ધાંજલિ આપવા 'વીર બાલ દિવસ' ઉજવવામાં આવશે