ETV Bharat / city

અમદાવાદ: સુશાંતસિંહ રાજપૂતના મિત્રના ગુજરાત કનેક્શનને લઈ ગુજરાત કોંગ્રેસે કર્યો મોટો ખુલાસો - sandip singh gujarat connection

હાઈ પ્રોફાઇલ કેસમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદિપસિંહની લિજેન્ડ ગ્લોબલ કંપની 4 લાખની ખોટ કરતી હોવા છતાં ગુજરાત સરકારે તેની સાથે 177 કરોડનાં MOU કર્યા હોવાનો ધડાકો ગુજરાત કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ કર્યો છે.

સુશાંતસિંહ રાજપૂતના મિત્રના ગુજરાત કનેક્શનને લઈ ગુજરાત કોંગ્રેસે કર્યો મોટો ખુલાસો

author img

By

Published : Sep 6, 2020, 9:29 PM IST

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતી ફિલ્મઉદ્યોગ કે કલાકારોને ક્યારેય મદદ ન કરનારી ભાજપ સરકાર અન્ય રાજ્યની કંપની પર કેમ આટલો પ્રેમ વરસાવી રહી છે.

સુશાંતસિંહ રાજપૂતના મિત્રનું ગુજરાત કનેક્શન

"ફિલ્મ જગતના પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહની આત્મહત્યા હતી કે હત્યા તે અંગે CBI હાલમાં તપાસ કરી રહી છે. હું આશા રાખું છું કે, તેઓ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને સત્ય બહાર લાવશે. સુશાંતસિંહના મિત્ર તરીકે જેનું નામ બહાર આવ્યું છે તે સંદીપસિંહની 2015માં સ્થપાયેલી લિજેન્ડ ગ્લોબલ કંપની દ્વારા ચાર ફિલ્મોનું નિર્માણ થયું છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનું પ્રોડક્શન પણ આ કંપની દ્વારા થયું છે. સંદીપસિંહ અને ભાજપ વચ્ચેે નજીકનો સંબંધ છે. માટે જ મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યપ્રધાન ફડણવીસે પોસ્ટર રિલીઝ કર્યું હતું." એમ મનીષ દોશીએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય લિજેન્ડ ગ્લોબલ કંપનીના 3 દિવસ માટે ડિરેક્ટર બન્યા હતાં. આ કંપની માટે ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાતમાં લાલજાજમ પાથરી હતી. એક માત્ર આ કંપની સાથે ગુજરાતના પ્રવાસન અને ફિલ્મના બ્રાન્ડીંગ માટે ગુજરાત ટુરિઝમે સ્ટેજ પર MOU કર્યાં હતાં. પરંતુ 4 લાખની ખોટ કરતી આ કંપની સાથે 177 કરોડનાં MOU કરી તેમને આટલો વિશેષાધિકાર આપવા પાછળ કોની સૂચના હતી જેવાં પ્રશ્નો જાણવાનો ગુજરાતની પ્રજાને અધિકાર છે. કેમ કે આમાં ગુજરાતીઓની તિજોરી ખાલી થાય છે.

મનીષ દોશીએ ઈટીવી ભારતની સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતું, "ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકાર-કસબીને આર્થિક મદદ ન કરનારી ભાજપ સરકાર અન્ય રાજ્યની કંપનીને વિશેષ મહત્વ આપી રહી છે. જ્યારે ગુજરાતના ખેડૂતો કે યુવાનોને મળવાપાત્ર અધિકાર કે હક્ક મળતાં નથી. આના પરથી ગુજરાતની ભાજપ સરકારની ચાલ, ચલણ, ચારિત્ર્ય અને ચહેરો ખુલ્લો પડી ગયો છે. સંદીપસિંહની કંપનીને પ્રમોટ કોણે કરી હતી. તે કંપનીનું સર્ચ કોણે કર્યું હતું અને તેને 2019થી લઇને અત્યાર સુધીમાં શું લાભો અપાયા અને તે કોની સૂચનાથી અપાયા. તે ગુજરાતના ટેક્સપેયર્સ તરીકે દરેક ગુજરાતી જાણવા માંગે છે. કરોડો રૂપિયાના ખર્ચે ઉજવાતા ઉત્સવો-ઇવેન્ટ ભાજપા સાથે ખાસ મળતીયા કંપનીઓને કરોડોના ફાયદા પહોંચાડવા યોજાતી હોય તેમ એક પછી એક MOUની સાચી હકીકત ખુલ્લી પડી રહી છે."

વધુમાં મનીષ દોશીએ એમ પણ જણાવ્યું કે 2019માં વાયબ્રન્ટ ગુજરાતમાં એકમાત્ર ફિલ્મ નિર્માતા લિજેન્ડ ગ્લોબલ નામની કંપની સાથે 177 કરોડના MOU થયા હતાં. 2017માં આ કંપનીએ 66 લાખની ખોટ કરી હતી. 2018માં 61 લાખનો નફો કર્યોં હતો. પરંતુ 2019માં 4 લાખ ખોટમાં હતી. તો 4 લાખની ખોટ કરતી કંપનીમાં 177 રોડનું રોકાણ કેવી રીતે થાય? તેનો જવાબ કોંગ્રેસ પક્ષ વતી તેમના દ્વારા સરકાર સમક્ષ માંગવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.