ETV Bharat / city

અંગ્રેજોની જેમ ચાલી રહેલા શાસન સામે ફરી લડવાનું છે : અમિત ચાવડા

દેશ ૭૫મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ અમદાવાદના પાલડી ખાતે આવેલા કોંગ્રેસ ભવનમાં ધ્વજારોહણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વથી આપણે આજે અંગ્રેજો જેવા ચાલી રહેલા શાસન સામે પણ લડવાનું છે.

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પાલડી ખાતે ધ્વજવંદન કર્યું

author img

By

Published : Aug 15, 2021, 3:27 PM IST

  • ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પાલડી ખાતે ધ્વજવંદન કર્યું
  • આઝાદી બાદ ભારતે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી : અમિત ચાવડા
  • નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં વિકાસાત્મક પગલા લેવાયા

અમદાવાદ : 75માં સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે રવિવારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પાલડી કોંગ્રેસ ભવન ખાતે ધ્વજારોહણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે સત્તાપક્ષ ઉપર આક્રમક પ્રહારો કર્યા હતા કે, અંગ્રેજોના સમયમાં કોંગ્રેસનું નેતૃત્વ આપણને આઝાદીની લડત લડવા માટે હંમેશા પ્રેરણા આપે છે, આજ નેતૃત્વથી આપણે આજે અંગ્રેજો જેવા ચાલી રહેલા શાસન સામે પણ લડવાનું છે.

આ પણ વાંચો: India Independence Day 2021: 75માં સ્વતંત્રતા પર્વ નિમિતે જૂનાગઢમાં CM વિજય રૂપાણીએ ધ્વજવંદન કરાયું

ટાંકણીથી લઈને દરેક વસ્તુનું ઉત્પાદન

ધ્વજારોહણ બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદી મેળવવામાં આપણે ઘણા બલિદાનો આપ્યા છે. આપણે જ્યાં એક સમયમાં વિપરીત વિકટ પરિસ્થિતિમાં હતા, ત્યાં આપણે ટાંકણીથી લઈને દરેક વસ્તુનું ઉત્પાદન આજે જાતે કરતા થયા છે, ત્યારે આવા સમયે આપણે આપણા પૂર્વ વડાપ્રધાન નરસિંહમાં રાવને કઈ રીતે ભૂલી શકીએ? તેમના સમયમાં આપણે વૈશ્વિકીકરણ ઉદારીકરણ અને ખાનગીકરણ તરફ વળ્યા છીએ.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ દ્વારા ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો, શહીદ પોલીસકર્મીના પરિવારનું કરાયું સન્માન

ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશનું સ્વરૂપ અપાવ્યું

કોંગ્રેસની ભૂતકાળની કામગીરીઓ અંગે કહેતા અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારતમાં એઇમ્સ, IIM, IIT જેવી સંસ્થાનો આ સમયમાં જ બન્યા છે. જવાહરલાલ નહેરુ અને સરદારની જોડીએ સમગ્ર ભારતનું એકત્રિકરણ કર્યું અને એક અખંડ અને અવિભાજ્ય દેશનું ઘડતર કર્યું. ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ સ્વરૂપ મેળવવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવી હતી. રાજીવ ગાંધીએ વિકાસ તરફ ગતિમાન થઈ યુવાઓ લોકશાહીમાં પોતાની ભૂમિકા ભજવી શકે એ માટે મતદારનું આયુષ્ય 18 વર્ષ કરવામાં આવ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.