અમદાવાદઃ આજે કોંગ્રેસના અગ્રણી નેતાઓ ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર પ્રહાર (Gujarat Congress Criticise BJP Government) કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત મૃતકોનો આંકડો 03 લાખ જેટલો છે. જ્યારે સરકાર ફક્ત 10 હજાર જણાવી રહી છે. કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોના સહાય મેળવવા માટે 01 લાખ જેટલી અરજીઓ આવી છે. જે સરકારી (Corona Pandemic in 2022) આંકડા કરતા 01 હજાર ટકા વધુ છે.
કોંગ્રેસનો નવો દાવ
કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરી હતી કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસ એવા વ્યક્તિઓને ટિકિટ આપશે કે જેમના પરિવારજનનું કોરોનામાં મૃત્યુ થયું હોય.
ગુજરાતમાં 95 ટકાથી વધુ રસીકરણ : ઋત્વિજ પટેલ
કોંગ્રેસના પ્રહારનો (Gujarat Congress Criticise BJP Government) વળતો જવાબ આપતા (Gujarat BJP Retaliate) તાજેતરમાં જ સહ પ્રવક્તા તરીકે નિમણૂક પામેલા ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 98 ટકા વસ્તીને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો (Corona Pandemic in 2022) છે. જ્યારે 95 ટકા વસ્તીએ રસીનો બીજો ડોઝ લઈ લીધો છે. 15-18 વર્ષના 35 લાખ યુવાનોમાંથી 23 લાખને રસી અપાઈ ચુકી છે.
દરેક તાલુકામાં ઓકિસજન ટેન્ક : ઋત્વિજ પટેલ
ઋત્વિજ પટેલે (Gujarat BJP Retaliate) વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ડોકટરના માર્ગદર્શન માટે 1100 નંબરની હેલ્પલાઇન શરૂ કરાઇ છે. જ્યારે 104 નંબર કોરોનાની હેલ્પલાઇન માટે જાહેર છે જ. ગઈકાલે ગુજરાતમાં રેપિડ અને RT-PCR મળીને 1.40 લાખ જેટલા ટેસ્ટ (Corona Pandemic in 2022) કરવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સમાં 100 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દરેક તાલુકા મથકમાં ઓક્સિજન પ્લાન્ટ લાગી ચૂક્યા છે.
પૂરતા મેડિકલકર્મીઓ ઉપસ્થિત
કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને (Corona Pandemic in 2022) સરકારે પહેલેથી જ પીડિયાટ્રીક વોર્ડ શરૂ કર્યા હતા. ડોક્ટર, મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોરોના મૃતકોના પરિવારને સરકાર આર્થિક સહાય (Gujarat BJP Retaliate) આપી રહી છે.
આ પણ વાંચોઃ Corona Update Rajkot: રાજકોટ સિવિલમાં કોરોનાના 9 દર્દીઓ ઓક્સિજન પર, 5 હજારથી વધુ એક્ટિવ કેસ