અમદાવાદ સમગ્ર રાજ્યમાં સરકાર સામે કૉંગ્રેસનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કૉંગ્રેસે આજે મોંઘવારી (inflation problem in gujarat), રોજગારી અને ડ્રગ્સને લઈને ગુજરાત બંધનું એલાન કર્યું (Gujarat Bandh Call Congress) છે. તો પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના હોદ્દેદારો વિવિધ વિસ્તારોમાં બંધ કરાવવા નીકળ્યા હતા. બીજી તરફ NSUIના કાર્યકર્તાઓ વિવિધ કૉલેજોને બંધ કરાવવા નીકળ્યા હતા. NSUIએ ગુજરાત યુનિવર્સિટી, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, સોમલલિત, એલડી આર્ટ્સ કૉલેજ બંધ કરાવી (NSUI forces to close colleges) હતી. જોકે, પોલીસે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
કૉંગ્રેસની બાઈક રેલી તો ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે બંધના સમર્થનમાં બાઈક રેલી યોજી હતી. તે દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા. સાથે જ તેમણે વેપારીઓને બંધમાં સમર્થન આપવા અપીલ કરી હતી.
અન્ય જિલ્લાઓમાં પણ નેતાઓ કરાવી રહ્યા છે બંધ ગુજરાત કૉંગ્રેસે આજે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું એલાન (Gujarat bandh call congress) કર્યું છે. બીજી તરફ વડોદરા સહિતના અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ કૉંગ્રેસના નેતાઓ બંધનું પાલન કરાવવા પહોંચી રહ્યા છે.
વડોદરામાં બંધ વડોદરામાં શહેર કૉંગ્રેસ પ્રમુખ (vadodara congress) સંગમ ચાર રસ્તા પાસે વિવિધ દુકાનો બંધ કરાવવા પહોંચ્યા હતા. સાથે જ વેપારીઓને બંધમાં (Gujarat Bandh Call Congress) સહકાર આપવા અનુરોધ કર્યો હતો. તો કૉંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા અમી રાવતાની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે યૂથ કૉંગ્રેસ દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે પૂતળાદહન કરાતા પોલીસે પ્રમુખ સહિત કાર્યકરોની પણ અટકાયત કરી હતી.
વેપારી અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય બોલાચાલી પાટણમાં પણ ગુજરાત બંધને (Gujarat Bandh Call Congress) સફળ બનાવવા માટે કૉંગ્રેસના આગેવાનોએ દુકાનો (patan congress) બંધ કરાવી હતી. બીજી તરફ વેપારીઓ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય બોલાચીલી થઈ હતી. જોકે, શહેરની મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી.
ઓલપાડમાં સજ્જડ બંધ તો સુરતના ઓલપાડમાં કૉંગ્રેસનો (Surat Congress) ગુજરાત સાંકેતિક બંધ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. જ્યારે કોંગી કાર્યકર્તાઓએ ટાઉનની મુખ્ય બજારોની દુકાનોને બંધ કરાવી દીધી હતી. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મહા મંત્રી દર્શન નાયક, ઓલપાડ કૉંગ્રેસ તાલુકા પ્રમુખ જયેન્દ્ર દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ બંધ કરાવવા રસ્તે ઉતર્યા હતા.
-
Gujarat | Congress workers protest in Bharuch as the party has called a 'symbolic bandh' today to protest against inflation and unemployment pic.twitter.com/ib8BL7TMJ0
— ANI (@ANI) September 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat | Congress workers protest in Bharuch as the party has called a 'symbolic bandh' today to protest against inflation and unemployment pic.twitter.com/ib8BL7TMJ0
— ANI (@ANI) September 10, 2022Gujarat | Congress workers protest in Bharuch as the party has called a 'symbolic bandh' today to protest against inflation and unemployment pic.twitter.com/ib8BL7TMJ0
— ANI (@ANI) September 10, 2022
કચ્છમાં બંધને મિશ્ર પ્રતિસાદ કચ્છમાં કૉંગ્રેસે આપેલા ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અહીં ભૂજમાં ક્યાંક દૂકાનો ખૂલ્લી રહી તો ક્યાંક બપોર સુધી દુકાનોના શટર બંધ જોવા મળ્યા હતા. આ અગાઉ કૉંગ્રેસે વેપારીઓને મળી બંધમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.