- વાતાવરણને કારણે આજ મંગળવારની GTUની પરીક્ષા મોકૂફ
- 18મી તારીખે PGની ઓનલાઈન લેવાતી પરિક્ષા વાતાવરણના અનુસંધાનને રદ્દ કરાઈ
- પરીક્ષા પાછળથી લેવામાં આવશે- GTU
અમદાવાદઃ તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અસર થઈ છે ત્યારે GTU (Gujarat Technological University)ની અત્યારે ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થી પાસે મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ડીવાઈસ હોવી જરૂરી છે અને તેના માટે ઇલેક્ટ્રિક પાવર હોવો જરૂરી છે પરંતુ વાતાવરણને કારણે અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે. જેથી ગુજરાતના તમામ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તે શક્ય નથી. માટે આજ મંગળવારની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આજ મંગળવારની મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા માટે GTU દ્વારા નવી તારીખ પણ જાહેર કરાશે.
આ પણ વાંચોઃ GTU દ્વારા મહેસાણા ખાતે GPERI કોલેજમાં 72મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
પરીક્ષાની સત્તાવાર તારીખ પાછળથી લેવાશે
કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં વીજ પૂરવઠો ન હોવાને કારણે તકલીફ ઉભી ન થયા તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા GTU દ્વારા પાછળથી લેવામાં આવશે ત્યારે આ પરીક્ષાની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ GTUની જાહેર કરવામાં આવેલી પરીક્ષા મોકૂફ, જાણો વિદ્યાનગરના વિદ્યાર્થીઓના મંતવ્ય