ETV Bharat / city

Grishma murder case : દોષિત ફેનિલે સુરત સેશન્સ કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં શી અપીલ ફાઈલ કરી?

સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસના (Grishma murder case ) દોષિત ફેનિલ ગોયાણીએ ગુજરાત હાઇકોર્ટમાં (Convicted Fenil Goyani application in the High Court ) અરજી કરી છે. તેણે અરજી કરી છે કે તેની ફાંસીની સજાનો હુકમ રદ કરવો જોઇએ. વધુ વાંચો આ અહેવાલમાં.

Grishma murder case : દોષિત ફેનિલે સુરત સેશન્સ કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં શી અપીલ ફાઈલ કરી?
Grishma murder case : દોષિત ફેનિલે સુરત સેશન્સ કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં શી અપીલ ફાઈલ કરી?
author img

By

Published : Jun 11, 2022, 8:01 PM IST

અમદાવાદ: સુરતના ખૂબ જ ચકચારી અને સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચનાર એવા ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma murder case ) એક નવો વળાંક આવ્યો છે. કેસમાં દોષિત અને ગ્રીષ્માના હત્યારા ફેનિલે સુરતના સેશન્સ કોર્ટમાં ફાંસીની સજાના હુકમની સામે હાઈકોર્ટમાં અપીલ (Convicted Fenil Goyani application in the High Court ) ફાઈલ કરી છે. ફેનિલ દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે એમાંં રજૂઆત કરવામાં આવી છે કે, સુરત સેશન્સ કોર્ટનો (Surat Sessions Court) જે હુકમ છે તે ભૂલભરેલો છે.અને આ હુકમને રદ કરવો (Fenil application for revocation of the death sentence) જોઈએ અને આ મામલે બધી બાબતને ધ્યાનમાં રાખીને યોગ્ય સુનાવણી હાથ ધરવી જોઈએ.

આ પણ વાંચોઃ Grishma Murder Case: કોર્ટે ફેનીલને કહ્યું, તમે એક નિર્દોષ યુવતીનો ચપ્પુથી વધ કર્યો છે, તમારો વધ કલમથી કેમ ન થાય?

શું છે સમગ્ર મામલો- મહત્વનું છે કે સુરતની સેશન્સ કોર્ટે આરોપી ફેનિલને દોષિત ગણાવીને ફાંસીની સજા ફટકારી હતી અને આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો હતો. સુરતના પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરી 2022ના રોજ ફેનિલ ગોયાણી નામના યુવકે એકતરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્મા વેકરીયા યુવતીની જાહેરમાં પરિવારજનોની નજર સામે ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારબાદ આ કેસ સુરતની સેશન્સ કોર્ટમાં ( Surat Sessions Court ) ડે ટુ ડે સુનાવણી ચાલી હતી અને ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી.

આ પણ વાંચો - સાયકો પ્રેમી: બચવા માટે યુવતી આજીજી કરતી રહી અને યુવકે જાહેરમાં ગળું કાપ્યું

સુનાવણી યોજાશે -અત્રે એ ઉલ્લેખનીય છે કે, આરોપી ફેનિલની સજાના કન્ફર્મેશન માટે સરકારે હાઇકોર્ટમાં અરજી કરેલી છે. જેની સામે હવે ફેનિલ ગોયાણી દ્વારા પણ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ મામલે સુનાવણી (Hearing in Gujarat High Court) આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

ગ્રીષ્મા વેકરીયા
ગ્રીષ્મા વેકરીયા

ઘટનાનો ફ્લેશબેક- ફેનિલ ગોયાણી લાંબા સમયથી ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો અને હેરાન કરી રહ્યો હતો, ત્યારે યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો, ત્યારે યુવકે ગ્રીષ્માના ઘરે જઈને હંગામો મચાવ્યો હતો અને યુવતીના મોટા બાપા પર ચપ્પુથી હુમલો કર્યો હતો.ગ્રીષ્મા વચ્ચે આવતા ફેનિલે તેની પર જ ચપ્પુ રાખી બંધક બનાવી દીધી હતી. ગ્રીષ્માનો ભાઈ છોડવવા વચ્ચે પડતા તેના પર પણ હુમલો કરી દીધો હતો. બાદમાં ગ્રીષ્માના ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા (Grishma murder case ) કરી દીધી હતી.જેને વિડીયો વાયરલ થયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે ફેનિલે પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસથી બચવા ઝેર ખાઈ લીધું હતું અને હાથની નસ કાપી લીધી હતી. પોલીસે હત્યારા ફેનિલની ધરપકડ કરી સારવાર માટે ખસેડયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડે ટુ ડે ઝડપી સુનાવણીઓ યોજાયા બાદ હત્યારા ફેનિલને દોષિત કરાર આપી ફાંસીની સજા ફરમાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.