ગુજરાત હાઈકોર્ટે 10 હજારના પર્સનલ બોન્ડ પર આરોપી હિન્દુ યુવાનના જામીન મંજૂર કર્યા છે. આરોપી ગૌરવકુમાર ચંદવાનીનું ઓરીજનલ પાસપોર્ટ કંપનીના માલિકે જપ્ત કરી લેતાં સ્વદેશ પરત ફરવા માટે તેમણે ઓમાનમાં બંગાળી એજન્ટ પાસેથી 42 હજાર રૂપિયામાં ફેક પાસપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં તેને પોતાની ઓળખ એક મુસ્લિમ તરીકે રાખી હતી. અબ્દુલ કાદર કુન્હી નામનો પાસપોર્ટ બનાવી દુબઈથી અમદાવાદ આવતાં એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન તે પકડાઈ ગયો હતો, ત્યારબાદ આરોપીએ જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
આરોપી યુવાન નકલી પાસપોર્ટ સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો ત્યારે પાના નંબર - 17, 18, 19 અને 20 ગાયબ હોવાની જાણ થતાં આરોપીને તપાસ માટે ઈમિગ્રેશન અધિકારીને સોંપવામાં આવ્યો હતો. આરોપીના પાસપોર્ટ પર કેલિક્ટનો સિક્કો હોવાથી તેના પર આધિકારીઓને વધું આશંકા થઈ હતી.
આ સમગ્ર કેસની વિગત
રાજસ્થાનના જોધપુરનો રહેવાસી ગૌરવકુમાર ચંદવાણી વર્ષ 2013માં નોકરી કરવા દુબઈ ગયો હતો, ત્યાં રેવા ટેકનોલોજી નામની સંસ્થામાં તે કામ કરતો હતો, ત્યારબાદ પેઢી દેવામાં ડૂબી જતાં સમસ્યાઓ શરૂ થઈ હતી અને પેઢીના ભારતીય પાર્ટનરને પણ આર્થિક ફ્રોડ કેસ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ડુબઈમાં આરોપી યુવાનને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો અને પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. ઉપરાંત આરોપી યુવાનને દુબઈમાંથી ઓમાન હદ-વિસ્તારમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં 160 દિવસ ગેરકાયદે વસવાટ કર્યા બાદ નકલી પાસપોર્ટના આધારે યુવાન ઓમાનથી અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યો હતો. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી
અમદાવાદથી આકિબ છીપાનો અહેવાલ, ઈટીવી ભારત