અમદાવાદ: ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધનાનીએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી માગ કરી છે કે કોરોના જેવી મહામારીના સમયમાં લોકોને રાહત મળી રહે તે માટે આગામી છ માસ સુધી દરેક પરિવારનું ઘર વપરાશનું વીજળી બિલ, પાણીવેરો અને મિલ્કત વેરો તથા સ્થાનિક કરવેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવા આવે. ગૃહલોનના હપ્તાની પરત ચૂકવણી સ્થાગિત કરી તેના વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા પણ રજૂઆત કરી હતી.
સરકાર આગામી 6 મહિના સુધી વીજળીના બિલ અને વેરા ભરવામાંથી લોકોને મુક્તિ આપેઃ કોંગ્રેસ - કોરોના
વિશ્વના લગભગ 205 જેટલા દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ગયું છે. ત્યારે ભારત જેવા દેશે કોરોનાને ડામવા લૉકડાઉન જારી કરતા લોકોના ધંધો-રોજગાર ઠપ થતાં કોંગ્રેસે સરકારને આગામી 6 મહિના સુધી વીજળી બિલ, પાણીવેરો તથા ઘરવેરો સહિત સ્થાનિક તમામ કરવેરા ભરવામાંથી લોકોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે એવી માગ કરી છે.
સરકાર આગામી 6 મહિના સુધી વીજળીના બિલ અને વેરા ભરવામાંથી લોકોને મુક્તિ આપેઃ કોંગ્રેસ