ETV Bharat / city

અમદાવાદમાં પ્રૉપર્ટી ટેક્સ ન ભરનારા સામે તંત્રએ કરી લાલ આંખ - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદમાં ચૂંટણીની કામગીરી દરમિયાન કોર્પોરેશન તંત્રની કામગીરી પણ મંદ પડી હતી. પરંતુ ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ કોર્પોરેશનના ટેક્સ વિભાગ તરત એક્શન મોડમાં આવતા સિનેમા રોડ, ગુરુકુળ રોડ અને બોડકદેવ વિસ્તારમાં મિલકતવેરો નહીં ભરનારાની 190 પ્રૉપર્ટી સીલ કરી દેવામાં આવી છે.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Mar 4, 2021, 3:56 PM IST

Updated : Mar 4, 2021, 4:49 PM IST

  • ચૂંટણી પૂર્ણ, સામાન્ય જનતા પર અધિકારીઓનો માર
  • ટેક્સ નહિ ભરનારા લોકો સામે તંત્રની લાલ આંખ
  • બાકી કરવેરો નહિ ચૂકવનારા સામે પ્રૉપર્ટી સીલની કાર્યવાહી

અમદાવાદ: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થતા જ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોવાથી અને બાકી કરવેરા વસૂલવા પ્રૉપર્ટી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા ડ્રાઈવ- ઇન સિનેમા રોડ, ગુરુકુળ રોડ, બોડકદેવની 49 અને પશ્ચિમ ઝોનના નવરંગપુરા, પાલડી વિસ્તારમાં આવેલી 141 મળીને 190 જેટલી મિલકતોને સીલ કરી દેવામાં આવી છે.

અમદાવાદ
અમદાવાદ

કેટલી મિલકતો કરાઈ સીલ

ડ્રાઈવ ઇન રોડ, બોડકદેવ રોડ પર આવેલા સિગ્મા 2, યશ કોમ્પ્લેક્સ, ગેલેક્સિ બજારની 12 મિલકતો, હેલ્મેટ સર્કલ રોડ પર રુદ્ર આરકેડ અને કાઇરોસની 17 મિલકતો, ગુરુકુળ રોડ પર ઓક્સફર્ડ ટાવર, શાંતમ કોમ્પ્લેક્સની 9 મિલકતો અને એસજી હાઇવે પર સુમેલ 2, પટેલ એવન્યુ, રુદ્ધ કોમ્પ્લેક્સની 11 મિલકતોની સિલ કરવામાં આવી છે. આ સાથે જ પશ્ચિમ ઝોનમાં પણ ટેક્સ વિભાગ દ્વારા મિલકત વેરો ન ભરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાલડી, ચાંદખેડા, મીઠાખળી, નવરંગપુરા, સાબરમતી, નવા વાડજ, વાડજ સહિતના વિસ્તારમાં આવેલી કુલ 141 જેટલી મિલકતોને ટેક્સ વિભાગ સિલ મારવામાં આવી છે અને આગામી દિવસોમાં આ સિલિગ ઝુંબેશ વધુ સઘન કરાશે.

અમદાવાદ
અમદાવાદ

સીલ કરવામાં આવેલી મિલકતો

  • શ્રીનાથ ફૂડ અને બેવરેજીસ- મેમનગર
  • ચામુંડા સર્જિકલ- મેમનગર
  • શાંતમ આઈકેર હોસ્પિટલ- મેમનગર
  • ક્રિષ્ના ફાસ્ટફૂડ એન્ડ ભોજનાલય- મેમનગર
  • જલારામ પરોઠા હાઉસ- મેમનગર
  • NEWFANGLED ENTERTAINMENT PVT. LTD. - એસજી હાઇવે
  • શ્રી ક્રિષ્ના પેલેસ હોટલ- થલતેજ, એસજી હાઇવે
  • મિલેનિયમ રેસ્ટોરેન્ટ- એસજી હાઇવે
  • જય અંબે ફર્નિચર માર્ટ- બોડકદેવ
  • ઋષભ એકેડમી- બોડકદેવ

આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ સઘન કરાશે

અમદાવાદના પૂર્વ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે સીલ કરવામાં આવેલી 8 મિલકતોના સીલ તે મિલકતોના વપરાશકાર- કબ્જેદારો દ્વારા છેડછાડ કરી ખોલી નાંખ્યા હોવાની ઘટના સામે આવી હતી. આજે ઉત્તર પશ્ચિમ ઝોનમાં એસજી હાઇવે અને બોડકદેવ વિસ્તારમાં મિલકતોને સીલ કરાઈ છે. જે ડિફોલ્ટરો કોર્પોરેશનની નોટિસને ગંભીરતાથી નથી લેતા તેમની સામે કાર્યવાહી થનારી છે અને તાકીદે વેરો ભરવા જણાવ્યું છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે.

આ પણ વાંચો : AMCની સ્ટેન્ડિંગ કમિટીની વર્ચ્યુઅલ મીટિંગ, શહેરમાં વિકાસના 2,957 કરોડના કામ ફરી શરૂ

Last Updated : Mar 4, 2021, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.