અમદાવાદઃ શહેરમાં સોના-ચાંદીના ઘંઘાને વિકસાવવા અને વ્દેયવસાય અંગેની મહત્વપૂર્ણ જાણકારી આવા માટે એક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશના સોના-ચાંદીના વેપારીઓ હાજર રહ્યા હતા.
આ અંગે પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં સોના ચાંદીનો ધંધો ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. આ ક્ષેત્રમાં દેશમાં રહેલા અનેક નિષ્ણાંત કારીગરોના કારણે ઉદ્યોગકારોની વિદેશી વસ્તુઓ અને કાર્યકરો ઉપર નિર્ભર રહેવું પડતું નથી. તેમ છતાં આ વેપારમાં અનેક પડકારો છે. જેને દૂર કરી જવેલર્સ અને તેમના ક્ષેત્રમાં વધુને વધુ ઝડપથી આગળ વધારવા તથા ધંધાનો વ્યાપ વધારવા માટે તેમને ગાઈડન્સ પૂરૂં પાડવામાં આવે છે.
મુખ્યત્વે વેપારીઓના જે પડકારો હોય છે, તેમાં એક ભાવ વધારોનો પડકાર સૌથી મોટો છે અને સોના ચાંદીનો ધંધો જે પહેલેથી જ જોખમી ગણાય છે, તેના માટે તેમને સમજણ પૂરી પાડવામાં આવી હતી.