ETV Bharat / city

ભાજપ અને કૉંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે?... AAP નેતાએ કર્યા ગંભીર આક્ષેપ - Gujarat Assembly Election 2022

રાજ્યમાં ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022) પક્ષપલટાની ઋતુ ચાલી રહી છે. ત્યારે હવે ગીરસોમનાથના પૂર્વ ભાજપ નેતા અને સામાજિક કાર્યકર્તા જગમલભાઈ વાળા (Girsomnath Senior Leader Jagmal Wala) આમ આદમી પાર્ટીમાં (Jagmal Vala joins AAP) જોડાયા છે. AAPમાં આવતાં જ તેમણે ભાજપ (Jagmal Vala on BJP) પર અનેક પ્રહાર કર્યા હતા.

ભાજપ અને કૉંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે?... AAP નેતાએ કર્યા ગંભીર આક્ષેપ

author img

By

Published : May 27, 2022, 2:00 PM IST

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાશે. તેવામાં પક્ષપલટાની ઋતુ પણ ચાલી રહી છે. ત્યારે હવે ગીર સોમનાથના પૂર્વ ભાજપ નેતા (Girsomnath Senior Leader Jagmal Wala) અને સામાજિક કાર્યકર્તા જગમલભાઈ વાળાએ હવે આમ આદમી પાર્ટીનો હાથ પકડી (Jagmal Vala joins AAP) લીધો છે. તેઓ ગુરુવારે વિધિવત્ રીતે AAPમાં જોડાયા હતા. આ પહેલા તેમણે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે (Jagmal Vala meets Arvind Kejriwal) પણ મુલાકાત કરી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય કિશોર દેસાઈએ મોઢું મીઠું કરાવી તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

ભાજપ સ્ટેજ પર અલગ અને બહાર અલગ

અટલબિહારી વાજપાઈના કહેવાથી ભાજપ જોડાયા હતા - પૂર્વ ભાજપ નેતા અને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નેતા જગમલ વાળાએ (Jagmal Vala joins AAP) જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 1990થી જનતા દળ સાથે જોડાયા હતા. ત્યારબાદ તેઓ કૉંગ્રેસ પક્ષમાં ગયા હતા. ત્યારે પણ કોઈએ મદદ ના કરી. એટલે દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની વાતો સાંભળી તેઓ વર્ષ 1990માં ભાજપમાં જોડાયા હતા. તેઓ 20થી 21 વર્ષ સુધી ભાજપમાં રહ્યા હતા.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે જગમલ વાળાએ કરી હતી મુલાકાત

આ પણ વાંચો- PM મોદીના અત્યાર સુધીના શાસનકાળમાં અનેક મુશ્કેલીઓ આવી પણ મોદીનું એક જ સૂત્ર 'મેં રૂકેગા નહીં'

ભાજપ સ્ટેજ પર અલગ અને બહાર અલગ - AAPનો ખેસ પહેરતાં જ ભાજપ પર પ્રહાર કરતા જગમલ વાળાએ (Jagmal Vala joins AAP) જણાવ્યું હતું કે, ભાજપ સ્ટેજ પર અલગ અને બહાર પણ (Jagmal Vala on BJP) અલગ જ કામ કરે છે. વર્ષ 2014થી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે (Jagmal Vala on BJP) તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી માત્ર 5 ટકા આવક વધી છે. ભાજપ સરકારના રાજમાં તમામ કામોમાં ભ્રષ્ટાચાર વિના કામ થતું નથી.

અરવિંદ કેજરીવાલે જગમલ વાળાનું કર્યું સ્વાગત

આ પણ વાંચો- Gujarat Assembly Election 2022 : અમદાવાદની કેટલી વિધાનસભા બેઠકો અંકે કરવા કારોબારીએ કર્યો સંકલ્પ જાણો

ભાજપ અને કૉંગ્રેસ એકબીજા સાથે ભળેલા છે - ભાજપ અને કૉંગ્રેસ ધર્મના નામે બંને પક્ષો એકબીજા સાથે મળેલા છે. બંને ધર્મના નામે રાજનીતિ કરી રહ્યા છે. ભાજપે 'સબ કા સાથ સબકા વિકાસ'ના (Sab ka Saath Sab ka Vikas) સૂત્રના આધારે વિકાસ કામ નહીં, પરંતુ જનતા પણ વધારાના ટેક્સ નાખવાનું કામ કર્યું છે. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં 40 બેઠક પર લડશે. સાથે જ AAP ગુજરાતમાં (Gujarat Assembly Election 2022) ભવ્ય જીત મેળવીને સત્તા મેળવશે અને જનકલ્યાણના કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.