અમદાવાદ: ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ મકવાણા નામના યુવક વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી છે.
આ યુવતી દોઢ વર્ષ પહેલાં ચાંદખેડામાં નર્સિંગનો કોર્સ કરતી હતી, ત્યારે તેનો સંપર્ક ચાણક્યપુરીમાં રહેતા હિતેશ બંસલ સાથે થયો હતો. હિતેશે યુવતીનો સંપર્ક પ્રકાશ મકવાણા સાથે કરાવ્યો હતો. જ્યાં બન્ને જણાએ મોબાઇલ નંબરની આપ-લે કરી હતી અને વોટ્સએપ કોલ અને ચેટિંગથી વાતચીત કરતા હતાં.
ગત મહિનામાં યુવતી નોકરી પર હાજર હતી ત્યારે પ્રકાશે તેને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે હિતેશ બંસલે ભાગીને લગ્ન કરી દીધાં છે. હિતેશ મળવા માગે છે એટલે તું દિલ્હી દરવાજા આવી જા. પ્રકાશની વાત સાંભળીને યુવતી દિલ્હી દરવાજા આવી ગઇ. જ્યાં બન્ને જણા એક્ટિવા લઇને ચાંદલોડિયા ગ્રીનપાર્ક હોટલ લઇ ગયાં હતાં. જ્યાં હિતેશ રોકાયો હોવાની વાત કરતાં બન્ને જણા હોટલના રૂમમાં ગયાં હતાં.
યુવતી પ્રકાશ સાથે રૂમમાં ગઇ ત્યારે તરત જ પ્રકાશે તેના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું અને તારે મારી સાથે શરીર સંબંધ બાંધવા પડશે અને જો તું બુમાબુમ કરીશ તો તને જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
પ્રકાશે તેના ન્યૂડ ફોટોગ્રાફ્સ પાડી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગે યુવતીએ તેના પિતાને વાત કરતા અંતે ઘાટલોડિયા પોલીસે પ્રકાશ મકવાણાની ધરપકડ કરી યુવતીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે.