ETV Bharat / city

ટ્રાવેલ્સ અને ટૂરિઝમ સાથે જોડાયેલી કંપનીઓને 2 વર્ષના પ્રોપર્ટી ટેક્સ માફ કરવા GCCIની માંગ

author img

By

Published : May 25, 2021, 11:05 PM IST

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (Gujarat Chamber of Commerce and Industry) ની ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ટાસ્ક ફોર્સ (Travel and Tourism Task Force)ની મળેલી બેઠકમાં પ્રવાસન અને પર્યટન ઉદ્યોગ કોરોના covid 19ને કારણે અનેક લોકો હેરાન પરેશાન થયા છે. ત્યારે, ઉદ્યોગના પુનરુત્થાન માટેના સૂચનો રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં કેટલાક નિર્ણયના ભાગરૂપે સરકારમાં ટ્રાવેલ્સ એન્ડ ટૂરિઝમ ઉદ્યોગને સીધી નાણાંકીય સહાયના 7 અને પુનરુત્થાન કરવા માટેના 3 પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી છે.

ટ્રાવેલ્સ અને ટૂરિઝમ સાથે જોડાયેલી કંપનીઓને 2 વર્ષના પ્રોપર્ટી ટેક્સ માફ કરવા GCCIની માંગ
ટ્રાવેલ્સ અને ટૂરિઝમ સાથે જોડાયેલી કંપનીઓને 2 વર્ષના પ્રોપર્ટી ટેક્સ માફ કરવા GCCIની માંગ

  • GCCI દ્વારા પ્રવાસન અને પર્યટન ઉદ્યોગ માટે રાહત પેકેજની માંગ
  • રાજ્યના પ્રવાસન પ્રધાન સાથે કરવામાં આવી બેઠક
  • બેઠકમાં વીજ બિલો સહિત અન્ય ચાર્જમાં માફીની માંગ

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી Gujarat Chamber of Commerce and Industry દ્વારા ગુજરાત રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા તેમજ અગ્રસચિવ મમતા વર્માને હાલની કોરોના COVID 19 સંક્રમણની સ્થિતિને જોતા પ્રવાસન અને પર્યટન ઉદ્યોગ માટેના રાહત પેકેજ તેમજ પુનરુત્થાન માટેના પગલાઓ અંગે રજુઆત મોકલવામાં આવી હતી. GCCIની ટ્રાવેલ્સ એન્ડ ટૂરિઝમ ટાસ્ક ફોર્સની 19 મે 2021ના રોજ એક બેઠક મળી હતી. જેમાં, આ ઉદ્યોગના પુનરુત્થાન માટેની ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કોરોના વેક્સીન લેનારા લોકો માટે પ્રવાસન ઉદ્યોગ શરૂ કરવાની માગ

GCCIની બેઠકમાં શું લેવાયો નિણર્ય, કોણ રહ્યું હાજર

GIDCના પથિક પટવારી, GCCI ટ્રાવેલ્સ એન્ડ ટૂરિઝમ ટાસ્ક ફોર્સ Travel and Tourism Task Forceના ચેરમેન સંજીવ છાજડ અને ટ્રાવેલ્સ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત ટ્રાવેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત ટૂરિસ્ટ વ્હીકલ ઓપરેટર્સ એસોસિએશન અને ગુજરાત રેલવે ટૂર ઓર્ગેનાઇઝર્સ એસોસિએશન (GRTOA)ના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ચર્ચા થઈ હતી કે, પ્રવાસન અને પર્યટન ઉદ્યોગ કોરોનાને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત છે અને છેલ્લા 2 વર્ષથી લાદવામાં આવેલા પ્રતિબંધોને લીધે અસ્તિત્વ ટકાવવા પ્રયત્નો કરી રહ્યું છે. તેથી આ ઉદ્યોગના પુનરુત્થાન માટેના સૂચનો રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં વિગતવાર દરખાસ્ત ટૂરિઝમ વિભાગને મોકલવામાં આવી હતી.

સીધી નાણાકીય સહાય તેમજ પુનરુત્થાનના પગલાંઓ શામેલ
  • ગુજરાતમાં ટ્રાવેલ્સ અને ટૂરિઝમ સાથે જોડાયેલી તમામ કંપનીઓ માટે વર્ષ 2021-22 અને 2022-23 માટે પ્રોપર્ટી ટેક્સ માફીની વિનંતી કરવામાં આવી
  • વીજળીના બીલોમાં રાહત, ન્યૂનતમ ચાર્જ/બિલિંગ ચાર્જની માફીની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, વપરાશકર્તા દ્વારા વાસ્તવિક વપરાશ પર બિલની ચુકવણીની વિનંતી કરવામાં આવી છે. વર્ષ 20-21 માટે બીલ ચૂકવી દીધેલા હોવાથી યોગ્ય રકમ ક્રેડિટ તરીકે આપી શકાય છે અને વર્ષ 21-22 માટે વિનંતી મુજબ બિલ કરી શકાય છે.
  • ટ્રાવેલ્સ એજન્ટો અને ટુર ઓપરેટર્સના કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગાર માટેની સબસિડી: કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગારના ઓછામાં ઓછા 35 ટકા ચૂકવણીની વિનંતી કરવામાં આવેલી છે.
  • લક્ઝરી બસના ડ્રાઇવરો અને ક્લિનરોને મળતા પગાર માટેની સબસિડી: કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગારના ઓછામાં ઓછા 35 ટકા પગારના વળતરની વિનંતી કરવામાં આવી
  • બસ ટેક્સી ઓપરેટર્સ માટે RTO ટેક્સ: વર્ષ 2020-21 અને 21-22 સુધીના RTO અને અન્ય ટેક્સના રીફંડ અને માફીની વિનંતી કરવામાં આવી
  • GST: વર્ષ 21-22 અને 22-23 માટેના GSTમાં SGSTનો ભાગ ટ્રાવેલ્સ એજન્ટ કંપનીઓને વળતર ચૂકવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી

આ પણ વાંચો: ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સનો પરિવહન ક્ષેત્ર માંથી વિદાય લેવાનો નિર્ણય

પુનરુત્થાન માટે શું પગલાં લેવા જોઈએ?

  • દેશભરમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે જુદા જુદા માધ્યમો દ્વારા સોશિયલ મીડિયા અભિયાનો ચલાવવા વિનંતી કરેલ છે. જે ગુજરાતમાં આવતા પર્યટનને પુનર્જીવિત કરવામાં મદદ કરશે
  • ડરની માનસિકતા દૂર કરી પર્યટન માટે સકારાત્મક ભાવના જાગૃત કરવી. આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ્યથી જાહેરાત ઝુંબેશ સરકાર દ્વારા થઈ શકે છે. ગુજરાતના કેટલાક ટૂરિસ્ટ સ્પોટને ખાસ પેકેજ આપીને પ્રોત્સાહન આપવું જોઈએ. જે રાજ્યના કોર્પોરેટરો પણ મેળવી શકે છે. તેવું સૂચન કરવામાં આવ્યું છે.
  • દસ્તાવેજોના પુરાવા સામે યાત્રાધામ પ્રવાસન સબસિડીની વિનંતી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.