ETV Bharat / city

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી 12 માર્ચે દાંડી યાત્રા શરૂ કરશે - તુષારગાંધીના તાજા સમાચાર

1930માં ગાંધીજી દ્વારા દાંડી યાત્રા યોજવામાં આવી હતી. જેના 90 વર્ષ પૂર્ણ થવા પર સંવિધાનના સમર્થનમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી ફરી એક વખત દાંડી યાત્રા શરૂ કરશે. જેમાં તેમણે જાહેર જનતાને પણ જોડાવવા આમંત્રણ આપ્યું છે.

ETV BHARAT
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી પણ 12મી માર્ચે દાંડી યાત્રા શરૂ કરશે
author img

By

Published : Mar 9, 2020, 5:07 PM IST

Updated : Mar 9, 2020, 5:29 PM IST

અમદાવાદ: ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સંવિધાનને સમર્થન કરવા માટે દાંડી યાત્રાનું આયોજન કર્યું છે. જે 12 માર્ચના રોજ ગાંધી આશ્રમથી શરૂ કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્શ્ય દેશમાં શાંતિ અને સૌહાર્દય જાળવવાનો છે.

તુષાર ગાંધીએ આ અંગે જણાવ્યું કે, આ યાત્રા ખૂબ જ સાદગીપૂર્ણ રીતે યોજવામાં આવશે. આ ઉપરાંત યાત્રામાં ડૉ.ભીમરાવ આંબેડકરના વંશજ પ્રકાશ આંબેડકર પણ જોડાશે. જેનાથી લોકોને એક સંદેશો મળશે.

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી 12 માર્ચે દાંડી યાત્રા શરૂ કરશે

12મી માર્ચે કોંગ્રેસ દ્વારા પણ દાંડી યાત્રા શરૂ કરવામાં આવશે. જેમાં રાહુલ ગાંધી સહિતના અનેક આગેવાનો પણ જોડવવાના છે. જેથી તુષાર ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ તેમની સાથે યાત્રામાં ચાલવા માંગે તો તેમનું સ્વાગત છે. વધુમાં તેમણે કહ્યું કે, એક મહિના અગાઉ જ તેમણે રાહુલ ગાંધીને આમંત્રણ આપતો ઈમેલ કર્યો છે. જેના જવાબની તે રાહ જોઇ રહ્યા છે.

Last Updated : Mar 9, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.