- રાજ્યમાં વરસી રહ્યો છે સાર્વત્રિક વસાદ
- આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી
- હવામાન ખાતા દ્વારા કરવામાં આવી આગાહી
ન્યૂઝ ડેસ્ક: રાજ્યના અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આ ભારતીય હવામાન વિભાગની યાદી અનુસાર તારીખ 1 અને 2 સપ્ટેમ્બર, 2021 દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તે સંદર્ભે નાગરિકોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના મતે જનજીવન પર નીચે મુજબની અસર થઈ શકે છે.
(1) નીચાણવાળા વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં અંડરપાસમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ શકે છે.
(2) ભારે વરસાદના કારણે વાતાવરણ ધુંધળુ થતા વિઝનમાં અવરોધ ઉભો થઈ શકે છે.
(3) મુખ્ય શહેરોમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે ટ્રાફિકના પગલે નાગરિકને મુસાફરીમાં વધુ સમય લાગી શકે છે.
(4) કાચા રોડને થોડું નુકશાન પહોંચી શકે છે.
(5) જોખમી સ્ટ્રક્ચર ધરાશાયી થવાની શક્યતા રહે છે.
(6) ભેખડ ધસી પડવાની ઘટનાની સંભાવના રહે છે.
(7) ભારે વરસાદના પગલે બાગાયતી અને ઉભા પાકને નુકશાન થવાની સંભાવના
(8) નદીઓના કેચમેન્ટ એરિયામાં પાણીના ભારે આવરાની શક્યતા
નાગરિકોએ ધ્યાનમાં રાખવાની બાબત
(1) તમારા મુસાફરીના રૂટ પર ટ્રાફિકની સ્થિતિ ચકાસી લો.
(2) ટ્રાફિક વિભાગ દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરો.
(3) પાણીનો ભરાવો થતો હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો
(4) જોખમી સ્ટ્રક્ચર હોય ત્યાંથી સલામત સ્થળે ખસી જાઓ.