ETV Bharat / city

અમદાવાદમાં પોલીસ અને સેવાભાવી સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સને ફુડ પેકેટ અને PPE કીટનું વિતરણ કરાયુ - Food Packets

રાજ્યમાં કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકો અને સંસ્થાઓ જરૂરિયાંત મંદોની મદદે આવી રહી છે. ત્યારે પોલીસ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોરોના વોરિયર્સને ફૂડ પેકેટ અને PPE કીટનું વિતરણ કરાયુ હતું.

અમદાવાદમાં પોલીસ અને સેવાભાવી સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સને ફુડ પેકેટ અને PPE કીટનું વિતરણ કરાયુ

author img

By

Published : May 9, 2021, 7:32 PM IST

  • શહેર પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તથા તુલસી વલ્લભ નિધિ કર્મ ફાઉન્ડેશન દ્વારા આ કીટનું વિતરણ કરાયું
  • રાત્રી કરફ્યૂમાં વ્યસ્ત પોલીસ કર્મીઓને રોજના 2500 ફૂડ પેકેટનું વિતરણ કરાયું
  • ફાયર બ્રિગેડના જવાનો અને સબવાહીનીમાં ફરજ બજાવતા કર્મચારીઓને PPE કીટ આપવામાં આવી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકો અને સંસ્થાઓ જરૂરિયાંત મંદોની મદદે આવી રહી છે. લોકોની વચ્ચે સતત ખડે પગે રહેતી અમદાવાદ પોલીસ, ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફ, ફાયર બ્રિગેડ સ્ટાફ અને જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ અને PPE કીટનું વિતરણ કરાયું હતું. પોલીસ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કીટનું વિતરણ કરાયુ હતું.

અમદાવાદમાં પોલીસ અને સેવાભાવી સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સને ફુડ પેકેટ અને PPE કીટનું વિતરણ કરાયુ

પોલીસ તેમજ સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવી જરૂરિયાત મંદોની મદદ

આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને તુલસી વલ્લભની કર્મ ફાઉન્ડેશન દ્વારા સાથે મળીને સમગ્ર શહેરમાં મીની લોકડાઉન અને રાત્રી કરફ્યૂમાં બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મીઓને રોજના 2500 ટીજીબી હોટલ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં ફરજમાં રોકાયેલા પેરામેડિકલ સ્ટાફ અને જરૂરિયાતમંદ લોક સુધી તેમજ તેના પરિવારજનોને રોજના 400 ફુટ પેકેટ આપવામાં આવે છે. જ્યારે સબ વાહિનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને ફાયરબ્રિગેડના જવાનોને PPE કીટ આપવામાં આવી હતી. એક હજાર જેટલી કીટ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ પાટણની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કિટનું વિતરણ કરાયું

ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા

અમદાવાદ પોલીસ દ્વારા રોજના 400 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કર્મ ફાઉન્ડેશનના ભરતભાઈ, ક્રાઈમ બ્રાન્ચ એસીપી પ્રેમવિરસિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.