- સેટેલાઈટમાં બે જૂથ વચ્ચે અથડામણ
- અંગત અદાવતમાં ઘાતક હથિયારોથી કરી મારમારી
- ઘારીયા અને પાવડાના હાથા જેવા હથિયારોનો મારામારી દરમ્યાન ઉપયોગ કરાયો
- 2 વ્યક્તિઓને ગંભીર અન્ય 3 ને સામાન્ય ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં વહેલી સવારે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો. અંગત અદાવતમાં આ અથડામણ થઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસને ઘટના અંગેની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સેટેલાઈટ વિસ્તારના અશોક નગર પાસે પ્રેરણાતીર્થ દેરાસર નજીક આ બનાવ બન્યો હતો. જેમાં કેટલાક ઘાતક હથિયારો પણ ઘટના સ્થળેથી પોલીસે કબજે કર્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર આ ઘટનામાં પાંચેક વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમાંથી 2 વ્યક્તિઓની હાલત હાલમાં ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, અંગત અદાવતમાં અગાઉ પણ આ બન્ને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મારામારી અંગેની ફરિયાદ નોંધાઈ ચુકી છે.
આ પણ વાંચો: મેઘરજમાં જૂથ અથડામણ થતા 4 વ્યક્તિઓને ઇજા
સેટેલાઇટ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, જૂથ અથડામણ થઈ હતી. ત્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ જૂથ આથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હાલમાં તો પોલીસે સમગ્ર મામલો થાળે પડ્યો છે. પોલીસે બને જૂથો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૈસાની લેટિદેતીમાં બન્ને જૂથ વચ્ચે ઝગડો થયો અને આ ઝગડો ધીંગાણુંમાં ફેરવાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં એક દિવસમાં Murderના 3 બનાવ બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી