અમદાવાદઃ અમદાવાદ પૂર્વમાં આવેલાં મેમ્કો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ (Fire in Ahmedabad )લાગી છે. આગના પગલે ફાયર બ્રિગેડની નાની મોટી 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અલગ-અલગ તરફથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં (Fire incidents in Ahmedabad 2022 )આવ્યા છે. હાલમાં આગ બૂઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડ (Ahmedabad Fire Department) દ્વારા કરવામાં આવી રહી છે.
વિસ્તાર સાયરનોથી ગૂંજી ઉઠ્યો - મેમ્કો બ્રિજ નીચેના લાકડાના ગોડાઉનમાં (Fire at plywood factory in Ahmedabad)લાગેલી ભીષણ આગને (Fire in Ahmedabad )પગલે ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ચલાવી રહી છે. આગને પગલે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. ફાયરની ટીમોની અવરજવરને પગલે સાયરનોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
આ પણ વાંચોઃ Fire In Ahmedabad : સાંતેજ વિસ્તારમાં લાગી ભયાનક આગ, 18 જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે
આગ કેમ લાગી - ત્યારે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી ચોક્કસ ખબર નથી પડી. પરંતુ હાલમાં આગમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. જ્યારે શોર્ટ સર્કિટના કારણે આગ (Fire incidents in Ahmedabad 2022 ) લાગ્યાનું પ્રાથમિક (Fire in Ahmedabad ) તારણ સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદના વટવા GIDC ફેઝ-4માં લાગી આગ, ફાયર ફાઈટરની 45 ગાડીઓ ઘટના સ્થળે