- દિવાળીના તહેવારને લઈ ફાયર વિભાગનો એકશન પ્લાન
- દિવાળીમાં ફાયરનો સ્ટાફ ખડેપગે
- અમદાવાદના 16 ફાયર સ્ટેશનમાં તૈયારી
- ઇમર્જન્સી સીવાય તમામ સ્ટાફની રજા રદ કરાઈ
- દરેક ફાયર સ્ટેશનો પર 2 ફાયર ગાડી સ્ટેન્ડ બાય
અમદાવાદ: દિવાળી દરમિયાન લોકો ઉજવણીમાં મસ્ત હોય ગફલતમાં આગના બનાવો વધુ બનતા હોય છે. ત્યારે સામાન્ય દિવસોની સરખામણીએ આગ લાગવાના બનાવો 30 ટકા વધી જાય છે. સામાન્ય દિવસોમાં રોજના દૈનિક 8 જેટલા કોલ્સ ફાયર વિભાગને મળતા હોય છે. જે કોલ્સની સંખ્યા દિવાળીના તહેવાર દરમિયાન વધીને 21 જેટલી થઇ જતી હોય છે. ગત વર્ષે દિવાળીથી લઈ લાભ પંચમ સુધીના 5 દિવસોમાં 105 જેટલા કોલ્સ ફાયર વિભાગ (fire department Ahmedabad)ને મળ્યા હતા. ત્યારે આગના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને દરેક ફાયર સ્ટેશન પર 2 ફાયરની ગાડી સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
અધિકારીઓ કર્મીઓની રજા રદ
દિવાળીમાં લોકો ફટાકડાની આતશબાજી કે અન્ય ગફલતમાં લાગેલ આગના બનાવોને પહોંચી વળવા માટે ફાયરના તમામ અધિકારીઓ કર્મીઓની રજા રદ કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલ 16 ફાયર સ્ટેશનોના 250થી વધારે ફાયરમેન, 18 જેટલા સ્ટેશન ફાયર ઓફિસર, 47 જમાદાર, 55 ઓપરેટર, 56 જેટલા ડ્રાઈવર દિવાળી દરમિયાન ફરજ પર હાજર રહેશે.
ઉજવણીમાં સલામતી રાખવા અપીલ
અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા લોકોને તેહવારની ઉજવણીમાં સલામતી રાખવા અપીલ કરવામાં આવી છે. જેમાં ફટાકડા ફોડતી વખતે સલામતી અને સાવચેતી રાખવી, ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડવા, હંમેશા લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદો. ફટાકડા ફોડતા પોતાના બાળકનું ધ્યાન રાખવું. સાથે-સાથે વીજળીના થાંભલા અને વાયરો પાસે ક્યારેય ફટાકડા ફોડવા નહીં. આ તમામ પ્રકારની સાવચેતી રાખવી જેનાથી આગ કે નુકશાની વેઠવી ના પડે. અને કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તમામ નાગરિકોએ ધ્યાન રાખવું કે, ફટાકડા ફોડતા સેનેટાઇઝરવાળા હાથે ન ફોડવા તેમજ સેનેટાઇઝરની બોટલ દુર રાખવી.
આ પણ વાંચો: