અમદાવાદ: શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. જેમાં 12 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાના મૃતકોને મુખ્યપ્રધાન રૂપાણીએ મૃતકના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરી છે.
FSLની ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ શરૂ
પીરાણા રોડ ખાતે ગઈકાલે આગની ઘટના બની હતી. તેમાં હાલ FSLની ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જે સમગ્ર ઘટના બની હતી. તેમાં કોની બેદરકારી ના લીધે આ ઘટના બની હતી તે મુદ્દે ફેક્ટરીના માલિક હતેશ સુતરિયાને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારની 4 લાખની સહાયની જાહેરાત
આ સાથે જ ઘટના સ્થળે મૃતકના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા. આ ભયંકર ઘટનામાં અનેક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા તપાસ શરૂ કરી છે. પરિવારના સભ્યો દ્વારા યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવે તેવી પણ માગણી કરી રહ્યા છે. એટલે રાજ્ય સરકારની 4 લાખની સહાયની જાહેરાત થી લોકો સંતુષ્ટ નથી માટે યોગ્ય સહાય કરવામાં આવે તેવી માગણી મૃતકના પરિવારજનો કરી રહ્યા છે.
મિથાઈલ ઈથાઈલ ગેરોન ફેક્ટરીમાંથી મળી આવ્યા
નાનુભાઈ એસ્ટેટના કેમિકલની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી.તે ગોડાઉન બટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે. તેમને આ ગોડાઉન ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે. પોલીસ ભૂટા ભરવાડ ને લઈ ઘટના સ્થળ પર ફેકટરી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. હાઈડ્રોજન પેરોક્સાઈડ, (ડીએમટી) હાઈ મિથાઈલ થેલેટ, (ડી.ઈ.જી.) ડાય ઈથાઈલ ગ્લાયકોલ, (એમ.ઈ.જી.) મિથાઈલ ઈથાઈલ ગેરોન ફેક્ટરીમાંથી મળી આવ્યા હતા.જેના કારણે ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો.