ETV Bharat / city

CCTV investigation: જાણો એવા પોલીસકર્મીઓ વિશે, જેમની CCTV તપાસમાં કોઈ આરોપી બચી ના શકે

author img

By

Published : Nov 29, 2021, 3:27 PM IST

કોઈપણ કામ કરવા માટે મહેનતની સાથે સાથે ઈચ્છાશક્તિ હોવી ખૂબખૂબ જરૂરી છે, અહીંયા વાત છે એવા ત્રણ પોલીસકર્મીઓની કે જેઓ મહેનત અને લગન સાથે મનથી પોતાની ડ્યુટી નિભાવે છે, આ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલ મણિનગર પોલીસ સ્ટેશનમાં (Maninagar Surveillance Squad) ફરજ નિભાવે છે. તો આવો જોઈએ આ ત્રણેય કોન્સ્ટેબલની ટુકડી કેવી રીતે કોઈપણ ગંભીર ગુનામાં કામ કરે છે.

CCTV investigation: જાણો એવા પોલીસકર્મીઓ વિશે, જેમની CCTV તપાસમાં કોઈ આરોપી બચી ના શકે
CCTV investigation: જાણો એવા પોલીસકર્મીઓ વિશે, જેમની CCTV તપાસમાં કોઈ આરોપી બચી ના શકે
  • એવા પોલીસકર્મી જે CCTV ફૂટેજની ચકાસણી કરવામાં છે માહિર
  • ત્રણેય કોન્સ્ટેબલની નજરથી એક પણ આરોપી છટકી શકતું નથી
  • CCTV ચકાસવા બેસે તો જમવાનું પણ યાદ નથી કરતા આ ત્રણેય કોન્સ્ટેબલ

અમદાવાદ: મણિનગરના સર્વેલન્સ સ્કવોડમાં (Surveillance Squad Ahemdabad) ફરજ બજાવતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલ એક વખત CCTV ફૂટેજની (CCTV investigation) નજરમાં આરોપીઓ આવી જાય એટલે આ પોલીસ કર્મચારીઓની નજરથી બાકાત નથી રહેતા. દિવસ રાત એક કરીને પણ CCTV ફૂટેજની ચકાસણી કરીને આરોપી સુધીનું પગેરૂ ગણતરીના દિવસોમાં જ મેળવી લે છે, મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલો કે જેમના નામ છે અશોકભાઈ, મનીષ કુમાર,પિયુષ કુમાર આ ત્રણે પોલીસ કર્મીઓ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે અને પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક નિભાવે છે.

ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલે છે

લૂંટ હોય ચોરી હોય કે પછી એવો કોઈ ગંભીર બનાવ હોય કે જેને લઇને પોલીસ ડિપાર્ટમેન્ટની શાખ ઉપર સવાલ અને આંગળીઓ ઉઠી હોય ત્યારે આ ત્રણેય પોલીસ કર્મીઓ અમદાવાદ પોલીસની ઢાલ બનીને ઊભા રહી જાય છે. ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દે છે નવાઈની વાત તો એ છે કે આ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલનું આ પહેલું પોસ્ટિંગ છે અને આટલા કર્મનિષ્ઠ પોલીસકર્મીઓની કામગીરીને ખુદ મણીનગર પોલીસ સ્ટેશનના(CCTV Investigation By Ahemdabad Police) સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પણ બિરદાવે છે અને આ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલો માટે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને ગર્વ છે.

ત્રણેય પોલીસ કોન્સ્ટેબલો સન્માનના હકદાર

વર્ષ 2021માં મણીનગર પોલીસ સ્ટેશનની હદમાં ચાર જેટલા ગંભીર ગુનાઓ બની ગયા જેમાં, ત્રણેય જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલોએ ભૂખ્યા તરસ્યા રહીને પણ આરોપીઓની ભાળ મેળવવા માટે થઈને મણિનગરથી લઈને સરખેજ જુહાપુરા સુધીના વિસ્તારોના પણ CCTV ફૂટેજ તપસવાના આવ્યા હોય તો જરાય પણ ખચકાટ નથી અનુભવ્યો અને અંત પૂર્વક પોતાની ફરજને ઈમાનદારીથી નિભાવી છે. ત્યારે આવા પોલીસ કર્મીઓને સન્માન મળવું જ જોઈએ કારણકે તે સન્માનના હકદાર પણ છે.

CCTVના માસ્ટર એવા ત્રણેય પોલીસ કોન્સ્ટેબલોની કામગીરી પર એક નજર

20-11-2021ના રોજ મણિનગર વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થઈ હતી જેમાં, 6 મોંઘીદાટ ઘડિયાળ અને એક ફોરવ્હીલર ગાડીની તસ્કરો ચોરી ગયા હતા, જેમાં આ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલોએ માત્ર સાત જ દિવસમાં 2 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી અને ટોટલ મુદ્દમાલ પણ રિકવર કરી લીધો હતો, ઉપરાંત ખોખરા પોલીસ સ્ટેશન અને નવરંગપુરા પોલીસ સ્ટેશનના વણઉકેલાયેલા એમ કુલ 2 ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. આ તપાસમાં આ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલોએ 105 જેટલા CCTV ફૂટેજ ચકાસ્યા હતાં.

24-01-2021ના મચ્છીપીરની દરગાહની બહાર કોઈ અજાણ્યો ઈસમ 12 દિવસની બાળકી મૂકીને જતો રહ્યો હતો જેમાં આ ત્રણેય પોલીસક્રમીઓએ 2 આરોપીનું પગેરું મેળવી લીધું હતું, જેમાં એક ઓટો રીક્ષા હતી જેની સાઈડ લાઈટ સતત ચાલતી હતી તેના આધારે શહેરભરના 200 થી વધુ CCTV ફૂટેજની ચકાસણી આ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલોએ કરી હતી.

29-01-2021ના દિવસે મણિનગર વિસ્તારમાં આવેલા પ્રાણશંકર હોલ પાસેની એક દુકાનમાંથી 1,58,000ની ચોરી થઈ હતી જેમાં આ જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલોએ ગુનાની જગ્યા પર એક શંકાસ્પદ ગાડી દેખાઈ હતી. આ ગાડીનો રૂટ મુજબ CCTV ફૂટેજની ચકાસણી કરતા આરોપીના ઘર સુધી પોહચી ગયેલા અને આરોપી બહાર તેની રાહ જોઇને કલાકો સુધી બેસી રહ્યા હતાં અને આ કેસમાં અંદાજિત 90 કરતા વધુ CCTV ફૂટેજની ચકાસણી આ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલોએ કરી હતી અને અંતે 2 આરોપીઓની ચાંદખેડાથી ધરપકડ કરી હતી.

30-09-2021ના દિવસે મણિનગર ઝઘડિયા બ્રિજની નીચે આવેલી મેડિકલના દુકાનદારને બે એક્ટિવા ચાલકે છરી બતાવી લૂંટ ચલાવી હતી, જેમાં આ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલોએ 100થી વધુ CCTV ફૂટેજ તપસ્યા હતા જેમાં મણિનગરથી જુહાપુરા સુધીના CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતાં અને બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.

CCTV ફૂટેજની ચકાસણી કર્યા બાદ પોતાનો અલગ રોડમેપ બનાવે છે

આ તો હતા માત્ર ચાર જેટલા ગંભીર ગુનાઓ પરંતુ મણિનગર પોલીસ સ્ટેશનમાં હજી બીજા અન્ય ગુનાના ભેદ ઉકેલવામાં આ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલોનો મોટો સિંહ ફાળો રહેલો છે. સામાન્ય રીતે CCTV ફૂટેજની તપાસમાં ગુનો બન્યાના સ્થળથી લઈને ગુનેગાર સુધી પહોંચવું એ લોઢાના ચણા ચાવવા સમાન હોય છે, પરંતુ મણીનગર પોલીસ સ્ટેશનના આ ત્રણે પોલીસ કોન્સ્ટેબલો CCTV ફૂટેજની ચકાસણી કરવામાં એટલા પાવરધા છે કે ભલે રાત હોય કે દિવસ હોય આ ત્રણે પોલીસ કર્મીઓ બનાવની ગંભીરતાને જોઈને અને CCTV ફૂટેજની ચકાસણી કર્યા બાદ પોતાનો એક અલગ રોડમેપ બનાવે છે.

ગુનો બન્યો તેનો સમય અને ગુનાના સ્થળ પર થતી હિલચાલ પર એક નોંધ બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલો રાત-દિવસ એક કરીને CCTV ફૂટેજની ચકાસણી કરવા પાછળ લાગી જાય છે અને આખરે તેઓને સફળતા મળે છે, અને આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.