અમદાવાદઃ મહત્વનું છે કે વર્તમાન કોવિડ-19 વાઇરસ સમયગાળા દરમિયાન આખું ગુજરાતી ફિલ્મ નિર્માણ અટકી ગયું છે ત્યારે એક ગુજરાતી શોર્ટ ફિલ્મ ડિઝની પ્લસ હોટસટાર પર પ્રીમિયર થયું છે. પોતાની દૃઢતા અને સંભવિતતાને ચકાસવા માટે એક અશક્ય પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું. આખા વર્ષ માટે દર શુક્રવારે એક ટૂંકી ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કર્યું. 2015ના મધ્યમાં ફિલ્મો બનાવવાની શરૂઆત કરી અને પોતાના પડકારને વળગી રહેતાં 52 ટૂંકી ફિલ્મનું શૂટિંગ કર્યું. જો કે શરૂઆતમાં આ પડકારને પૂરો કરવા માટે લોકો મળી રહે તેમ નહોતું. પરંતુ ધીરેધીરે જ્યારે ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ ત્યારે લોકોને સમયના કામની જાણકારી થઈ અને પછી જાતે જ તેઓ ફિલ્મના નિર્માણમાં જોડાવાં લાગ્યાં. હાલ આ 52 ફિલ્મોને 1.2 મિલિયન વ્યુઅર્સ youtube પર મળી ગયાં છે.
ગયા અઠવાડિયે હોટસ્ટાર પર રિલીઝ થયેલી ફિલ્મ woo વિશે જણાવતાં તન્મય કહે છે કે આ એક શૂન્ય બજેટની ફિલ્મ છે. આ ફિલ્મ આપણે જીવીએ છીએ તે અને વર્ચ્યુઅલ વિશ્વ સાથે વાસ્તવિકતાના પરિભ્રમણ વિશે વાત કરે છે. આ ફિલ્મ સંપૂર્ણ વાંસળી વગાડનાર પર આધારિત છે એને આ ફિલ્મમાં કોઈ શબ્દો નથી. આ ફિલ્મ તેના હાવભાવ અને સંગીતથી સમજી શકાય છે જે આ ફિલ્મને સંપૂર્ણ દિશા આપે છે. જો કે આ ફિલ્મમાં જે વ્યક્તિ વાંસળી વગાડનાર છે તે અમદાવાદના પોલિટેકનિક ખાતેથી મને મળી આવ્યાં હતાં.
લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવેલી તન્મય શાહની શોર્ટ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર મૂકાઈ - Disney Hotstar
અમદાવાદ સ્થિત ફિલ્મ નિર્માતા તન્મય શાહ લિમ્કા બૂક રેકોર્ડધારક છે. જેમણે ફ્રાઇડે ફિક્શન ફિલ્મ્સ બેનર હેઠળ 52 અઠવાડિયામાં 52 ફિલ્મો બનાવી છે. તેમણે ગુજરાતના કચ્છના મીઠા કામદાર પર આધારિત પિંચ ઓફ સોલ્ટ સહિત 15 આંતરરષ્ટ્રીય સ્તરે વખણાયેલી ફિલ્મો નિર્દેશિત કરી છે. જો કે મહત્વનું છે કે આ બધી જ ફિલ્મ ઝીરો બજેટ રહી છે. ગયાં અઠવાડિયે તેમણે બનાવેલી શોર્ટ ફિલ્મ Woo ઓનલાઇન હોટસ્ટાર પર રિલીઝ પણ થઈ છે.
![લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવેલી તન્મય શાહની શોર્ટ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર મૂકાઈ ફિલ્મ નિર્માતા તન્મય શાહની લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવેલ શોર્ટ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર મૂકાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8394472-thumbnail-3x2-film-7207084.jpg?imwidth=3840)