અમદાવાદઃ કોરોના વાઈરસ સંક્રમણ અટકાવવા માટે સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે શહેરમાં પણ લોકડાઉન હોવા છતાં ઘણા માણસો મહત્વના કામ વગર રોડ ઉપર નીકળી પડતા હતા. તો બીજી તરફ આવા માણસો પાસે પોતાના વાહનોના પૂરતા કાગળો પણ ન હતા. આવા વ્યક્તિઓના વાહનો જપ્ત કરીને શહેર પોલિસ દ્વારા જે તે ટ્રાફિક પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં મૂકવામાં આવતા હોય છે. જે વાહનના માલિકે દંડ ભરીને આ વાહન છોડાવવાના હોય છે. અત્યારે શહેરના દાણીલીમડાના ટ્રાફિકના ટો ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ટુ વ્હીલર પડેલા જોઈ શકાય છે. આ ઉપરાંત અહીં રીક્ષાઓ અને ફોર વ્હીલ પણ જોવા મળી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ ટુ વ્હીલર માટે રૂપિયા 500નો દંડ અને ગાડીઓ માટે 1000નો દંડ નક્કી કરાયો છે.
અહીં ઉલ્લેખનિય છે કે, દાણીલીમડા ટો સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસકર્મીઓ જર્જરિત ઈમારતમાં બેસીને પોતાની ફરજ બજાવતા હોવાનું ઇટીવી ભારતની નજરે પડ્યું છે. તો પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. ત્યારે સરકારે આવા કોરોના વોરિયર્સનું ફક્ત સમ્માન નહીં પણ જરૂરી વ્યવસ્થાઓ પણ આપવી જઈએ.