ETV Bharat / city

FIA ગુજરાત દ્વારા ટેસ્લા કંપનીને ગુજરાત આવવા આમંત્રણ - ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ

અમેરિકાના બિઝનેસ જાયન્ટ એલન મસ્કની ઇલેક્ટ્રીકલ ઓટોમોબાઇલ કંપની 'ટેસ્લા' ભારતમાં આવવાની શક્યતા છે, ત્યારે ઓટો હબ ગુજરાતમાં તે પોતાની ફેક્ટરી સ્થાપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતના ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ દ્વારા ટેસ્લાને આવકારવા પ્રયાસો થઈ રહ્યા છે. FIA (ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન) ગુજરાતની સંસ્થા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલે ટેસ્લા કંપનીને ગુજરાત આવવા નિમંત્રણ આપતો ઇ-મેઇલ કર્યો છે.

ETV BHARAT
FIA ગુજરાત દ્વારા ટેસ્લા કંપનીને ગુજરાત આવવા આમંત્રણ
author img

By

Published : Jan 22, 2021, 10:00 PM IST

  • અમેરિકન બિઝનેસ ઝાયન્ટ એલન મસ્કની ઈલેક્ટ્રીક ઓટોમોબાઇલ કંપની 'ટેસ્લા'ની ભારતમાં આવવાની ચર્ચા
  • ભારતમાં ટેસ્લા પોતાની ફેક્ટરી સ્થાપે તેવી ચર્ચા
  • ગુજરાતમાં ટેસ્લા પોતાની ફેક્ટરી સ્થાપે તેવા પ્રયાસ

અમદાવાદઃ અમેરિકાના બિઝનેસ જાયન્ટ એલન મસ્કની ઇલેક્ટ્રીકલ ઓટોમોબાઇલ કંપની 'ટેસ્લા' ભારતમાં આવવાની શક્યતા છે, ત્યારે ઓટો હબ ગુજરાતમાં તે પોતાની ફેક્ટરી સ્થાપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતના ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ દ્વારા ટેસ્લાને આવકારવા પ્રયાસો થઈ રહ્યા છે. FIA (ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન) ગુજરાતની સંસ્થા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલે ટેસ્લા કંપનીને ગુજરાત આવવા નિમંત્રણ આપતો ઇ-મેઇલ કર્યો છે. આ અંગે FIA ગુજરાત સંસ્થાના સેક્રેટરી અને સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અજય શાહ સાથે ETV BHARATએ વાત કરી હતી.

ટેસ્લા કંપનીને કરાયેલ ઇ-મેઇલમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરાયો?

ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાતની વિદેશ ખાતેની બોડી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ છે. જેના સભ્યો અમેરિકામાં પણ છે. જેના દ્વારા ટેસ્લાને ગુજરાત આવવાનું આમંત્રણ અપાયું છે. ખાસ કરીને જો ટેસ્લા કંપની ભારત આવવાની હોય તો તેમના માટે પસંદગીના મુખ્ય 3 રાજ્યો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે પ્રતિસ્પર્ધા થઈ શકે છે, ત્યારે ગુજરાતમાં જો ટેસ્લા કંપની આવે તો જમીન મેળવવા, સરકારી પરમિશન જેવા મુદ્દાઓ પર FIA ગુજરાત તેમને મદદ કરશે. આ ઉપરાંત કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ફેક્ટરી સ્થાપવાની પોલીસી મંગાવીને તેની સરખામણી ગુજરાત સાથે કરીને ચર્ચા વિચારણા કરાઈ રહી છે.

FIA ગુજરાત દ્વારા ટેસ્લા કંપનીને ગુજરાત આવવા આમંત્રણ

ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાત તેમને કેવી સહાય આપી શકશે?

ગુજરાતમાં સાણંદ અને મહેસાણાનો બેચરાજી આસપાસનો વિસ્તાર ઓટો હબ તરીકે વિકસી રહ્યો છે. ગુજરાતમાં ઓટો પાર્ટ્સ ફેક્ટરીઓ પણ વિકસી ચૂકી છે. જેથી ઓટોપાર્ટ્સના સપ્લાયમાં કોઈપણ જાતની તકલીફ રહેશે નહીં. ગુજરાતના આવેલી જીઆઇડીસીઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું છે. એક્સપોર્ટ માટે ગુજરાત પાસે મોટો દરિયા કિનારો પણ છે, વગેરે જેવી બાબતોની રજૂઆત ટેસ્લા કંપની સમક્ષ મૂકવામાં આવી છે.

મોટી ફેક્ટરીઓ માટે મોટી જમીન જોઈએ, તો શું ગુજરાતમાં અનુકૂળ જમીન મળશે?

ગુજરાતની જીઆઇડીસીઓમાં 2,200 હેક્ટર જેટલી જમીન ખાલી પડી છે. મહેસાણાના બેચરાજી બાજુ પ્રાઇવેટ જમીનો સરળતાથી મળી રહેશે. ઓટો સેક્ટર કંપનીઓ જ્યાં આવે છે, તે રાજ્યમાં આપોઆપ કંપનીએ કારેલું ઇન્વેસ્ટમેન્ટ કરતાં 10 ગણું ઇન્વેસ્ટમેન્ટ આવી જાય છે. કારણ કે, ઓટો સેક્ટરની કંપનીની ફેક્ટરી સ્થપાતા એક્સપોર્ટ વધે છે, MSME સેક્ટરનો વિકાસ થાય છે અને તેમાં નવી સબસિડિયરી કંપની ઊભી થાય છે. આ સાથે રોજગાર પણ વધે છે.

ગુજરાત સરકાર દ્વારા કેવી સુવિધાઓ અપાઈ રહી છે?

ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. અહીં રોડ, પાણી, વીજળી અને લેબરની સુવિધા ઉપલબ્ધ છે. સાણંદથી લઈને કંડલા સુધી ફોર લેન એક્સપ્રેસ હાઈવે બની ચૂક્યો છે . આ ઉપરાંત ટ્રેન કનેક્ટિવિટી પણ છે. દરિયાઈ બંદરોને લીધે એક્સપોર્ટ પણ સરળતાથી કરી શકાય છે. સૌથી મહત્વની વાત છે કે, ગુજરાત શાંતિપ્રિય પ્રદેશ છે. જેને લઇને અહીંયા ફેક્ટરી સ્થાપવી તમામ લોકોને ગમશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.