અમદાવાદઃ ઈટીવી ભારતની ટીમ દ્વારા આરોગ્ય સેતુ એપ વિશે નાગરિકો જોડે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તેઓ ભારત સરકાર દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે લાવવામાં આવેલી આરોગ્ય સેતુ એપ વિશે શું વિચારે છે. ઘણાં લોકોએ વાતચીતમાં જણાવ્યું કે આરોગ્ય સેતુ એપ ખૂબ જ સારી એપ છે અને તેને વધુ પ્રોત્સાહન આપવું જોઇએ. જેથી કરીને વધુ લોકો આપને ડાઉનલોડ કરે. ૧૧મી જુલાઈ સુધીમાં આશરે ૧૦ કરોડથી વધુ નાગરિકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે.
પ્રાઈવસી ભંગનો ડર, પરંતુ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રહ્યાં છે - આરોગ્યસેતુ એપ
કોરોનાના કેસ ગુજરાતમાં દિવસે અને દિવસે વધી રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ત્યારે કેટલાક નાગરિકો સરકારની વાતને માન્ય રાખીને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રહ્યા છે. જ્યારે કેટલાક મોબાઇલમાં સ્પેસ ઓછી છે અથવા સિક્યુરિટીના કારણસર આરોગ્ય સેતુ એપ મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું ટાળી રહ્યાં છે.
પ્રાઈવસી ભંગનો ડર, પરંતુ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રહ્યાં છે