અમદાવાદ : અમદાવાદના ખોખરા અનુપમ બ્રિજની કામગીરી વખતે ડ્રાઈવર દ્વારા JCB રિવર્સમાં લેતા દીવાલ તૂટી પડી હતી. જેમાં દીવાલને અડીને બેઠેલા પિતા પુત્રીનું મોત (Father Daughter Killed Wall Falls In Khokhra) થયું હતું અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ પણ વાંચો: વડોદરામાં કાટમાળમાંથી મળી મૂર્તિઓ, ભક્તોમાં રોષની લાગણી વ્યાપી
ગોમતીપુર પોલીસે તપાસ શરૂ કરી : આ મામલે મૃતકના ભાઈએ જેસીબી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે જેસીબી ચાલકે 4 શખ્સો સામે પથ્થમારો કરવા બદલ અને મારામારી કરી નુકશાન પહોંચાડવા બદલ ફરિયાદ કરી છે. ખોખરામાં પિતા-પુત્રીના મોતનો મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મૃતકના ભાઈએ JCB ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જ્યારે જેસીબી ડ્રાઈવરે ટોળા સામે મારામારી અને વાહનને નુકશાન પહોચાડ્યું હોવાની ફરિયાદ આપતા ગોમતીપુર પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: PM મોદી થોમસ કપ વિજેતાઓને મળ્યા, કહ્યું- આપણે જુસ્સા સાથે આગળ વધવું પડશે
પોલીસ આગળની વધુ કાર્યવાહી હાથ ધરાશે : પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ઘટના બની ત્યારે જેસીબી ચલાવનાર મુકેશ સોલંકી પોતે જ જેસીબીનો માલિક છે. ડ્રાઈવરે ન હોવાથી તે જ જેસીબી ઓપરેટ કરવા લાગ્યો હતો. આમ જેસીબી ઓપરેટ કરનાર મુકેશની ગંભીર બેદરકારી હોવાથી તેની સામે કાર્યવાહી કરાઈ છે. ઇજાગ્રસ્તને હાલ સિવિલ હોસ્પિટલમાં રખાયા છે. પોલીસ એફ.એસ.એલ ના રિપોર્ટ મુજબ આગળની વધુ કાર્યવાહી હાથ ધરાશે.કોન્ટ્રાકટર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. આ ઘટનામાં કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરાશે કે નહિ તે પણ સવાલ છે.