ETV Bharat / city

સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન - ફાધર વાલેસનો બાયોડેટા

સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનના લોગરોમાં એક એંજિનિયરના ઘરે થયો હતો. તેમનું મૂળ નામ કાર્લોસ ગોંઝાલેઝ વાલેસ હતું. મિત્રોમાં એસજે અને સાહિત્યમાં ફાધર વાલેસ તરીકે ઓળખાતા હતા. ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયુ છે.

સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન

author img

By

Published : Nov 9, 2020, 3:42 PM IST

  • સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનું નિધન
  • ગુજરાતી સાહિત્યમાં તેમને 1966માં કુમારચંદ્રક મળ્યો હતો
  • 1960થી 1982 દરમિયાન સેન્ટ્ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના પ્રોફેસર તરીકે ફરજ બજાવી

સ્પેનમાં જન્મેલા ફાધરે ગુજરાતને બીજું ઘર ગણાવ્યું હતું

અમદાવાદ: સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનના લોગરોમાં એક એંજિનિયરના ઘરે થયો હતો. તેમનું મૂળ નામ કાર્લોસ ગોંઝાલેઝ વાલેસ હતું. મિત્રોમાં એસજે અને સાહિત્યમાં ફાધર વાલેસ તરીકે ઓળખાતા હતા. કાર્લોસે માત્ર દસ વર્ષની વયે પિતાને એક બીમારીમાં ગુમાવ્યા. એ પછી માત્ર છ મહિનામાં સ્પેનમાં આંતરવિગ્રહ થતાં કાર્લોસ પોતાની માતા અને ભાઇની સાથે લોગરાનો છોડીને નીકળી ગયા હતા. પોતાની માતાની કાકીને ત્યાં રહેવા ગયા હતા.

સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન

ફાધર વાલેસનો અભ્યાસ

કાર્લોસે પોતાના ભાઇની સાથે એક જેસ્યુઇટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બાળપણથી તેમને ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ હતો એટલે પંદર વર્ષની વયે જેસ્યુઇટ નોવેટેટ એટલે કે ધર્મગુરુ બની ગયા હતા. 1949માં તેમને એક મિશનરી તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા હતા. ભારતમાં આવ્યા બાદ તેમણે પોતાનો અધૂરો રહેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત વિષય રાખીને ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે એમ. એ. થયા. એ પછી તેમણે પોતાની માતૃભાષા સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ભાષા શીખવાનો આરંભ કર્યો.

ગુજરાતી ભાષા તરફનું આકર્ષણ

ગુજરાતી શીખવા તરફ આકર્ષણ થવાનું કારણ એ હતું કે તેમના મિશનના વડાએ તેમને અમદાવાદમાં નવી શરૂ કરાયેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કરવાની જવાબદારી સોંપી હતી. ગુજરાતમાં અધ્યાપન કરવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઇએ એમ તેમને લાગ્યું હતું. દરમિયાન, એમનો ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની સમા પૂણેમાં ચાર વર્ષ ધાર્મિક અધ્યયન કરતાં કરતાં તેમણે ગુજરાતી ભાષામાં લખવાનો આરંભ કર્યો. સાદી સરળ ભાષામાં તેમણે વિચારો વ્યક્ત કરવામાં હથોટી મેળવી હતી. 1960માં અમદાવાદ આવ્યા અને તરત બચુભાઇ રાવતના કુમાર સાપ્તાહિકે તેમને પોતાને ત્યાં લખવાનું આમંત્રણ આપ્યું. એ પહેલાં તેમનું એક પુસ્તક સદાચાર નામે પ્રગટ થઇ ચૂક્યું હતું.

આ કટારના લેખો પુસ્તક રૂપે પ્રગટ થતાં ચપોચપ વેચાઇ ગયાં હતાં. સાથોસાથ તેમણે ગુજરાત યુનિવર્સિટી માટે ગણિતનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો વિદેશી ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા. આ પુસ્તકો પણ ગણિતના વિદ્યાર્થીઓ માટે વરદાન સમા બની રહ્યા હતા.

ગુજરાતના લોકોની રહેણીકરણી અને સંસ્કૃતિને સમજવા થોડા સમય બાદ તેમણે કૉલેજે આપેલું ક્વોર્ટર ખાલી કરી નાખ્યું હતું અને લોકોની વચ્ચે રહેતા થયા હતા. લગભગ દસ વર્ષ સુધી તેમણે થોડો સમય લોકોની વચ્ચે અને થોડો સમય પોતાના પરિવાર સાથે એમ સમય ગાળ્યો હતો. ઊગતી પેઢી માટે તેમને સતત ચિંતા અને લાગણી રહેતી. તેમનાં લખાણોમાં એક પ્રકારની વિશિષ્ટ આત્મીયતા અને સરળતા રહેવાથી એ ખપ પૂરતું ગુજરાતી જાણતા કોન્વેન્ટિયા વિદ્યાર્થીઓ પણ ફાધર વાલેસને વાંચતા થઇ ગયા હતા.

ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવી

ગણિત શિક્ષક તરીકેની કારકિર્દી પૂરી કર્યા બાદ ફાધર વાલેસ મેડ્રિડ શહેરમાં વસવા ગયા હતા. જો કે ગુજરાતી ભાષામાં લખવાનું તેમણે સતત ચાલુ રાખ્યું હતું. ભારતમાં અને લેટિન અમેરિકામાં પોતાને થયેલા અનુભવોના સંભારણાં તેમણે અંગ્રેજીમાં લખ્યાં. ત્યારબાદ અંગ્રેજી અને સ્પેનિશ ભાષાનાં પુસ્તકોનો સરળ અનુવાદ કરતા થયા. ગુજરાતી ભાષામાં તેમનાં સત્તરેક પુસ્તકો પ્રગટ થયાં જેમાંનાં કેટલાંક તો બેસ્ટ સેલર બની રહ્યા. તેમનાં કેટલાંક પુસ્તકોનાં મથાળાં આ રહ્યાં- ગાંધી- હિંસાનો વિકલ્પ, ભારતમાં નવ રાત્રિ, એક રાષ્ટ્ર માટે એક શિક્ષક, હિમાલય જેવડી ભૂલ, ઉત્કૃષ્ટતાના પંથે, નેતાઓના નેતા, લગ્નસાગર, કુટુંબ મંગળ, ધર્મમંગળ, ગાંધીજી અને નવી પેઢી, સંસ્કાર તીર્થ, કૉલેજ જીવન, જીવન દર્શન વગેરે.

તેમણે લખેલું સાહિત્ય

એમનાં લખાણોમાં સરલ ગદ્યની કેટલીક નોખી અભિવ્યક્તિઓ એમના હાથે સહજ બની છે. જીવન ઘડતરના ધ્યેયથી સદાચાર (૧૯૬૦), તરુણાશ્રમ (૧૯૬૫), ગાંધીજી અને નવી પેઢી (૧૯૭૧), ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય વગેરે સંખ્યાબંધ નિબંધસંગ્રહો એમણે આપ્યાં છે. ઉપરાંત એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ શબ્દલોક (૧૯૮૭) પણ આપ્યો છે. વાણી તેવું વર્તન,૨૦૦૯ પ્રસન્નતાની પાંખડીઓ,વ્યક્તિ ઘડતર,જીવન ઘડતર, સમાજ ઘડતર,કુટંબમંગલ,વ્યક્તિમંગલ,ધર્મમંગલ,જીવનમંગલ,સમાજમંગલ,શિક્ષણમંગલ પણ તેમના પ્રખ્યાત નિબંધો આપ્યા છે.

મેળવેલા પુરસ્કારો

૧૯૬૬ - કુમાર સુવર્ણ ચંદ્રક

૧૯૭૮ - રણજિતરામ સુવર્ણચંદ્રક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.