અમદાવાદ: પ્રખ્યાત ગુજરાતી ગાયક વિજય સુવાળા, જે પોતાના ચાહકોમાં ભુવાજીના ઉપનામથી જાણીતા છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં (Vijay Suwala join BJP) જોડાવા જઈ રહ્યા છે.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી વિજય સુવાળાને તેડું આવ્યાના અહેવાલ
ઉલ્લેખનીય છે કે, વિજય સુવાળા (Famous Gujarati singer Vijay Suwala) થોડા મહિના અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેમણે બે દિવસ અગાઉ જ અચાનક પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. રવિવારે આમ આદમી પાર્ટીના (AAP) અગ્રણી નેતા ઈશુદાન ગઢવીએ તેમની મુલાકાત (Vijay Suwala meet Ishudan Gadhavi) લીધી હતી. તેમજ વિજય સુવાળાને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વિજય સુવાળાએ ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું છે. કહેવાય છે કે, ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી વિજય સુવાળાને તેડું આવ્યું હતું.
ભાજપ સાથે જોડાયેલા છે ગુજરાતી કલાકારો
ગુજરાતના અગ્રણી ગાયક કલાકાર, ડાયરાના કલાકાર, રંગમંચના કલાકારો તેમજ સિનેમા અને ટીવી સીરીયલ સાથે જોડાયેલા ગુજરાતી કલાકારો પણ ભાજપ સાથે જોડાયેલા છે. એટલે તેમની ઇચ્છા હોય કે વિજય સુવાળા પણ ભાજપમાં જોડાય તે સ્વાભાવિક છે પરંતુ કલાકારનો રાજકીય પાર્ટી સાથે જોડાવવા પાછળનો તર્ક શું છે ? એ તો વિજય સુવાળા જ જણાવશે.
આ પણ વાંચો: Gujarat Weather Report : આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન પલટાઇ શકે છે, જાણો આજનું તાપમાન
આ પણ વાંચો: Compost Plant from Waste in Vapi: વાપી નગરપાલિકા દ્વારા ઘન કચરામાંથી ખાતરના પ્લાન્ટનો શુભારંભ