ETV Bharat / city

નકલી ટોલીસીઝૂમાબ કૌભાંડ : કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં - ETVBharat

કોરોનાની સારવારમાં ઉપયોગી મનાતાં ટોલીસીઝૂમાબ ઇન્જેક્શનના નામે નકલી ટોલીસીઝૂમાબ ઇન્જેક્શન વેચવાના કેસમાં અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપી હરેશ ઠાકોરના જામીન ફગાવી દીધાં છે. કોર્ટને પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો થતો હોવાનું લાગતાં આરોપીના જામીન ફગાવી દેવામાં આવ્યાં છે.

નકલી ટોલીસીઝૂમાબ કૌભાંડ : કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં

author img

By

Published : Aug 24, 2020, 7:54 PM IST

અમદાવાદઃ નકલી ટોલીસીઝૂમાબ ઇન્જેક્શન કેસના મુખ્ય આરોપી હરેશ ઠાકોરના જામીન ફગાવતા નોંધ્યું હતું કે આરોપી અગાઉ મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો અને તેને દવાની જાણ છતાં ઓરીજનલ દવા પરનું રેપર કાઢી આર્થિક ફાયદો મેળવવા નકલી દવાને ટોલીસીઝૂમાબ ઇન્જેક્શન વેચતો હતો. આરોપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના ગુનામાં જામીન આપી શકાય નહીં.

નકલી ટોલીસીઝૂમાબ કૌભાંડ : કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં
નકલી ટોલીસીઝૂમાબ કૌભાંડ કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં
કોર્ટે નોંધ્યું કે આરોપી બોડી બિલ્ડીંગ સ્ટીરોઈડ પ્રોડક્ટ સાથે સંકળાયેલો હોવાથી અન્ય નીલેશ લાલીવાલા અને અન્ય લોકોને નકલી ટોલીસીઝૂમાબ ઇન્જેક્શન વેચતો હતો. કોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો ગંભીર પ્રકારનો હોવાથી તેના જામીન ફગાવી દીધા છે. હવે જામીન મેળવવા માટે તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવી પડશે.

નકલી ટોલીસીઝૂમાબ ઇન્જેક્શન કેસમાં FDCA દ્વારા રેકેટના પર્દાફાશ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત અને અમદાવાદથી ધરપકડ કરાયેલા આરોપી આશિષ શાહ, અક્ષય શાહ અને સોહેલ તાઈએ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટને આ કેસમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ બાકી હોવાનું લાગતા હાલ ત્રણેય આરોપીઓના જામીન ફગાવી દીધાં હતાં.અમદાવાદથી ધરપકડ કરાયેલા આશિષ શાહ અને અક્ષય શાહ કે જે સાબરમતી વિસ્તારમાં મેડિકલ ચલાવે છે તેમના પર નકલી ઇન્જેક્શન વેચવાનો અને રાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં 80 હજારની કિંમતના આ ઇન્જેક્શન ખૂબ જ ઉંચા ભાવે એટલે કે લગભગ 1.50 લાખ રૂપિયામાં વેચવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને શાહ બંધુઓ મેડિકલ ચલાવતા હોવા છતાં તેમને નકલી ઇન્જેકશન વિશે ખ્યાલ ન આવ્યો હોય એ વાતને કોર્ટે ગંભીર રીતે લીધી હતી.સુરતથી ધરપકડ કરાયેલા આરોપી સોહેલ તાઈ પર જેનિક ફાર્માના નામે નકલી ટોલીસીઝૂમાબ ઇન્જેક્શન બનાવીને વેચવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તાઈ પર હિમાચલ પ્રદેશમાંથી સ્ટીરોઈડ ઇન્જેક્શન ખરીદી તેના પેકેટ પરનો કાગળ બદલી જેનિક ફાર્માના નામે અમદાવાદમાં આશિષ શાહને વેચતો હતો. બોડી બિલ્ડર દ્વારા ઉપયોગ કરાતા સ્ટીરોઇડનું પણ ઘરમાં ઉત્પાદન કરતો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.