ETV Bharat / city

Expansion of Modi cabinet: ગુજરાતની ચૂંટણીમાં ફાયદો કરાવશે, વિપક્ષોનો આક્ષેપ કે હેડલાઈનમાં રહેવા માટેનું વિસ્તરણ છે - કોંગ્રેસ

મોદી કેબિનટનું વિસ્તરણ ( Expansion of Modi cabinet ) થઈ ચુક્યું છે. ગુજરાતના 7 પ્રધાનો સ્થાન મળ્યું અને ખાતાની ફાળવણીમાં પણ સારુ એવું મહત્વ અપાયું છે. ગુજરાતમાં 2022માં ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જે અગાઉ મોદી કેબિનેટનો જે ગંજીપો ચિપાયો છે, તેમાં ચૂંટણીલક્ષી સમીકરણો ગોઠવાયા છે. મોદી કેબિનટનું વિસ્તરણ 2022ની ચૂંટણીમાં કેટલું ફળદાયી રહેશે? ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ…

Expansion of Modi cabinet
Expansion of Modi cabinet
author img

By

Published : Jul 8, 2021, 7:54 PM IST

Updated : Jul 8, 2021, 8:46 PM IST

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તરણ
  • જ્ઞાતીવાદ અને વિસ્તારને ધ્યાને રાખીને વિસ્તરણ
  • મંદી, મોંઘવારી અને મહામારી વચ્ચે લોકોનું ધ્યાન ભટકાવવાનું પ્રયાસ

અમદાવાદ- કેન્દ્ર સરકારે પહેલા દિવસે રાજ્યપાલોની નિયુક્તિ કરી અને તેના બીજા દિવસે કેબિનટનું વિસ્તરણ ( Expansion of Modi cabinet ) કર્યું છે. સમગ્ર દેશનું ધ્યાન છેલ્લા બે દિવસની દિલ્હીની ઘટના પર હતું. દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે, એલપીજી- રાંધણગેસના ભાવ ડબલ થઈ ગયા છે, શાકભાજીના ભાવ વધ્યા છે, ખાદ્ય તેલોના ભાવ પણ વધ્યા છે. કોરોનાકાળમાં મધ્યમવર્ગીય પરિવારોના બજેટ ખોરવાઈ ગયા છે. દેશમાં બીજી તરફ કોરોનાની વેક્સિનની અછત સર્જાઈ છે. આ સંજોગો વચ્ચે કેન્દ્ર સરકારે પોતાની નબળી કામગીરીને સુધારવા માટે નવી ટીમની રચના કરી છે.

પીએમ મોદીએ નવી ટીમનો ક્લાસ લીધો

ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે કેબિનટમાં ફેરફાર ( Expansion of Modi cabinet ) કર્યા છે. કેબિનેટ પ્રધાનો શપથ લે તે પહેલાં વડાપ્રધાન મોદીએ નવી ટીમનો ક્લાસ લીધો હતો, અને બધાને વિકાસના કામ અને ગુડ ગવર્નન્સનો પાઠ ભણાવ્યો હતો. એક મેસેજ પણ આપ્યો હતો કે સારું કામ ન કરનારને રાજીનામુ આપવું પડ્યું છે.

પાટીદાર, ઓબીસી અને કોળી સમાજનું પ્રભુત્વ વધ્યું

હવે આપણે વાત કરીએ ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી આવી રહી છે, તે પહેલા વ્યૂહરચના ઘડાઈ છે. મોદી કેબિનેટમાં ( Expansion of Modi cabinet ) ગુજરાતના 7 સાંસદોને પ્રતિનિધિત્વ અપાયું છે. તેમાં જ્ઞાતીવાદનું સમીકરણ સેટ થયું છે, તેની સાથે વિસ્તારવાઈઝ સમીકરણ સેટ થયું છે. પાટીદાર, ઓબીસી અને કોળી સમાજને મહત્વ આપીને આ મતદારોની બેંકને અકબંધ રાખવાનો પ્રયાસ કરાયો છે. તેની સાથે આમ આદમી પાર્ટીએ સુરતમાં પગપેસારો કર્યો છે, જેથી કેબિનટમાં સુરતના સાંસદ દર્શનાબહેન જરદોશને સ્થાન આપીને તેમને ટેક્સ્ટાઈલ અને રેલવે જેવા અતિ મહત્વના રાજ્યકક્ષાના પ્રધાન બનાવ્યા છે. આમ ભાજપે સોગઠી મારીને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતની વોટબેંકને સાચવી છે. દર્શનાબહેન 2022 વિધાનસભાની ચૂંટણીમાં સુરતીઓના મત ખેંચી લાવે તેવી શકયતાઓ છે.

પાટીદારોને અન્યાય તે રોષ ઠારવા પ્રયાસ

પાટીદારો એ ભાજપની મોટી વોટબેંક છે. રૂપાલા અને માંડવિયાને કેબિનટ પ્રધાનનું ( Expansion of Modi cabinet ) પ્રમોશન આપ્યું, રૂપાલા ફિશરીઝ અને પશુપાલનપ્રધાન, માંડવિયા આરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્રધાન બનાવાયા છે. આ બન્ને પાટીદાર નેતાઓ છે, તેમનું પણ પ્રભુત્વ વધ્યું છે. જેથી પાટીદારો કહી રહ્યા છે કે અમને અન્યાય થયો છે, તો તેમનો રોષ ઠારવા માટે રૂપાલા અને માંડવિયાને પ્રમોટ કરાયા છે. આમ રૂપાલા અને માંડવિયા પાટીદારો સાથે બેસીને તેમનો અન્યાય દૂર કરી શકે અને ભાજપની મતબેંક સાચવી શકે તેમ છે.

કોળી સમાજને એક રાખવાનું કામ ડૉ. મુંજપરા કરશે?

ડૉ. મહેન્દ્ર મુંજપરા કોળી સમાજમાં આવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ છે. મુંજપરાને કેબિનેટમાં સમાવીને તેમને સ્થાન ( Expansion of Modi cabinet ) અપાયું છે, તેમનું સમાજ પર વજન વધ્યું છે અને 2022ની ચૂંટણીમાં કોળી સમાજને એક રાખવાનું કામ ડૉ. મુંજપરા કરશે.

દેવુસિંહ ઠાકોર સમાજની નારાજગી દૂર કરશે?

દેવુસિંહ ચૌહાણ ઠાકોર સમાજના નેતા છે, તેઓ કેબિનટમાં આવ્યા છે, જેથી ગત ચૂંટણીમાં ઠાકોર સમાજ કોંગ્રેસ તરફ વળ્યો હતો, તેમને આ વખતે પાછો લાવી શકાશે. દેવુસિંહ ચૌહાણને પ્રમોટ કરાયા હોવાથી તેઓ 2022ની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં ઠાકોર સમાજની નારાજગી દૂર કરી શકશે.

હજી કેટલાય સમીકરણો બદલાશે

આમ જોવા જોઈએ તો મોદી કેબિનેટનું વિસ્તરણ ( Expansion of Modi cabinet ) તમામ વ્યૂહરચના અને સમીકરણો સેટ કરીને થયું છે. જો કે તે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કેટલું ફળદાયી બને છે, તે તો સમય જ કહેશે. પણ તે પહેલા હજી ચૂંટણીની આજે દોઢ વર્ષ જેટલો સમય બાકી છે, ત્યાં સુધીમાં કંઈ કેટલાય સમીકરણો બદલાશે.

ગુજરાતનો વિકાસ ખૂબ ઝડપી થશેઃ યમલ વ્યાસ

પ્રદેશ ભાજપના પ્રવકતા યમલ વ્યાસે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના 7 સાંસદોને કેબિનટમાં સ્થાન મળ્યું છે, તેવું કયારેય થયું નથી. આ નાની વાત નથી. રાજ્યના તમામ ક્ષેત્રોને કવર કર્યા છે, અને તેનાથી રાજ્યને લાભ થશે. ગુજરાત ખૂબ ઝડપથી વિકાસ કરશે. કેબિનટ વિસ્તરણથી ( Expansion of Modi cabinet ) ગુજરાતના અધુરા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરી શકાશે અને તેનાથી ગુજરાત વિકાસની હરણફાળ ભરશે, તેમાં કોઈ શંકા નથી. તેનો સીધો લાભ 2022ની ચૂંટણીમાં થશે. મોદી કેબિનટમાં ગુજરાતના સાંસદોને જે સ્થાન મળ્યું છે તેમાં તમામ જ્ઞાતીઓને પ્રાધાન્ય અપાયું છે. જેથી તેનો ફાયદો જ થશે.

રાજ્યના તમામ ક્ષેત્રોને કવર કર્યા છે, અને તેનાથી રાજ્યને લાભ થશે

ખામી સરકારના એન્જિનમાં છેઃ મનીષ દોશી

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ETV Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે મંદી, મોંઘવારી અને મહામારીમાં રાહત આપવાની જગ્યાએ લોકોની વચ્ચે હેડલાઈન બદલવા માટે થઈ વિસ્તરણ ( Expansion of Modi cabinet ) કરવામાં આવ્યું છે. ખામી સરકારના એન્જિનમાં છે. સરકારના મુખ્યામાં જ ખામીઓ રહેલી છે, જે દેશને આર્થિક મુશ્કેલીમાં લઇ જઇ રહ્યા છે, જેના કારણે દેશની જનતા હેરાન પરેશાન થયેલી છે. કોરોનામાં નિષ્ફળ રહ્યા એટલે આરોગ્ય પ્રધાનને બદલી લીધા છે. સારી બાબત કહી શકાય કે સરકારે સ્વીકાર પણ કર્યો. પરંતુ સાથેસાથે આર્થિક પરિસ્થિતિમાં નિષ્ફળ રહેલ દેશની GDPમાં જેની મહત્વની ભૂમિકા રહેલ હતી તે નાણાં મંત્રાલય શા માટે બદલવામાં ન આવ્યું, પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે. ખેડૂતો અને સામાન્ય લોકો હેરાન પરેશાન છે. ત્યારે પેટ્રોલિયમ મંત્રાલય શું કરી રહી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સરકારની કથની અને કરનીમાં અંતર જોવા મળી રહ્યું છે. જ્યાં સુધી ગુજરાતની વાત છે, તો ગુજરાતને વાયદો કરવામાં આવ્યો હતો ગુજરાતની જનતાને ‘અચ્છે દિન’ના વાયદા કર્યા હતા. સો દિવસમાં મોંઘવારી ઘટાડી લેવામાં આવશે. શું થયું? લોકો હેરાન પરેશાન થઈ ગયા? નોટબંધી, GSTના કારણે વેપાર ધંધા તૂટી પડ્યા છે. તો બીજી તરફ કિસાન કાળા કાયદાના કારણે પરેશાન છે. સરકારની નીતિ જનવિરોધી, કિસાન વિરોધી રહેલી છે. હેડલાઈન બદલી લોકોનું ધ્યાન બદલવાનું કામ કરવામાં આવ્યું છે.

લોકોની વચ્ચે હેડલાઈન બદલવા માટે થઈ વિસ્તરણ

સરકારમાં બે જ લોકોનું ચાલે છેઃ ઈશુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાંથી પાંચ પ્રધાનો દેશના પ્રધાન મંડળમાં ( Expansion of Modi cabinet ) સમાવેશ થયો છે. પરંતુ આ પ્રધાનો કામ કરતા નથી, તેનાથી તકલીફ થઈ રહી છે. કારણકે દેશમાં બે લોકોની જ ચાલી રહી છે. ગુજરાતમાંથી કેટલાય પ્રધાનો હોય પરંતુ જે રીતે બે વ્યક્તિઓનું ચાલી રહ્યું છે. પરંતુ 2022 સુધી જ આ પ્રધાનો રહેશે ગુજરાતમાં હવે બદલાવ જોઈએ છે. ગુજરાતની જનતા જાણી ગઈ છે. ભાજપે માત્ર વાયદા જ કર્યા છે, કામો કર્યા નથી. ગુજરાતની જનતા જુઠ્ઠા વાયદાના કારણે ઓળખાઈ ગઈ છે. આરોગ્યપ્રધાનને બદલી લેવામાં આવ્યા જેનો સીધો અર્થ કે સરકાર કોરોનાકાળમાં નિષ્ફળ રહી છે. પેટ્રોલ ડિઝલમાં તેઓ 60 રૂપિયામાં વિરોધ પ્રદર્શન કરતા હતા તે સમયના વિડિઓ પણ જોઈએ શકીએ છીએ. અચ્છે દિન માત્ર કેટલાક ઉદ્યોગપતિ અને વેપારીઓના જ આવ્યા છે. ગુજરાતમાં ભાજપના નામથી લોકો ત્રાસી ગઈ છે. ગામડાઓમાં નામ ન લેવાનું લોકો મને કહી રહ્યા છે. ભાજપનું નામ લેવું તે પણ એક પાપ ગણાવી રહ્યા છે. જેનો અર્થ છે કે ભાજપની નીતિ અંગે જનતા હવે જાણી ગઈ છે.

પ્રધાનો કામ કરતા નથી, તેનાથી તકલીફ થઈ રહી છે

Last Updated : Jul 8, 2021, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.