- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની યાદી જાહેર
- સ્ટાર પ્રચારકની યાદીમાં અલ્પેશ ઠાકોરનો કરવામાં આવ્યો સમાવેશ
- આગામી દિવસોમાં અલ્પેશ ગુંજવશે જાહેર સભાઓ
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપે જે યાદી જાહેર કરી છે, તેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, રાષ્ટ્રીય ઉપપ્રમુખ ભારતી શિયાળનો સમાવેશ થયો છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તથા ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત સરકારના પ્રધાનોની વાત કરીએ તો પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા અને કુંવરજી બાબરીયાનો પણ સમાવેશ થયો છે. આ સાથે જ આઇ.કે.જાડેજા, જશવંતસિંહ ભાભોર, નરહરિ અમીન, શંભુપ્રસાદ ટુંડિયા, જ્યોતિ પંડ્યા, રણછોડ રબારી અને અલ્પેશ ઠાકોરનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે.
ઠાકોર અને રબારી મતદારોને આકર્ષવા ભાજપની થિયરી?
આ યાદીમાં અલ્પેશ ઠાકોર અને રણછોડ રબારીનો સમાવેશ ખૂબ જ આશ્ચર્યજનક જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોવા છતાં ઠાકોર મતદાતાઓને આકર્ષવા તેમને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. રણછોડ રબારીને ઉત્તર ગુજરાતના રબારી સમાજના મતદાતાઓને આકર્ષવા માટે થઈ સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હોય તેવું પ્રાથમિક અનુમાન જોવા મળી રહ્યું છે.
ટાઇમલાઈનમાં ન રહેનારા અલ્પેશ ઠાકોર શું હવે ફરી ગુંજવશે જાહેર સભા?
અલ્પેશ ઠાકોર પહેલાથી જ તમામ વચ્ચે રહેલો છે. સામાન્ય નાગરિકોની પ્રશ્નોને વાચા આપતો રહ્યો છે એટલે ટાઈમલાઈનમાં ન રહેવાનો કોઈ પ્રશ્ન ઉદભવતો જ નથી. કોરોનાકાળમાં પણ અલ્પેશ ઠાકોરે તમામ લોકોની સેવા અને મદદ કરી હતી, ત્યારે પાર્ટી સાથે લઈને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને કરતા જ રહ્યા છે અને આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. અડીખમ ગુજરાતમાં સૌનો સાથ સૌનો વિકાસ સાથે જ કમળને કેવી રીતે ખીલવવું તે દિશામાં કામ કરવામાં આવશે
આગામી દિવસોમાં અલ્પેશ ગુંજવશે જાહેર સભાઓ
આ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, અલ્પેશ ઠાકોર એક આંદોલનકારી છે અને એક નેતા છે. આંદોલનકારી નેતા ક્યારે નહીં પડે અલ્પેશ ઠાકોરનો જન્મ જ આંદોલનકારી તરીકે થયો છે. આંદોલનકારી અલ્પેશ ઠાકોર ક્યારે તમને ચૂપ બેઠેલો નહીં દેખાય. ગુણાકારમાં અમે ખૂબ સેવા કરી કાર્યકરો વચ્ચે સંકલન મહત્વનું છે. ખૂબ સારી રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભાજપમાં વિરોધનો કોઈ સ્વરૂપ જોવા મળ્યું નથી. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, હું ગરીબો માટે બોલું છું મને ગર્જના કરતા આવડે છે અલ્પેશ ઠાકોરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટણમાં જંગી લીડથી જીતવાનો દાવો પણ કર્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મને નુકસાન થવું હોય તો થાય લોકો માટે જગ્યા માટે જે જરૂરી પડે તે અવાજ મૂકવો અને તે મૂક તો જ રહીશ. ઉમેદવારોની પસંદગીને લઈ અલ્પેશ ઠાકોરે કહ્યું કેટલાક લીયોની પંદર દિવસની મેરેથોન દોડ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી માટે મેં કોઈ વ્યક્તિમાં પડ્યા વગર સક્ષમ લોકો લડે તેવા પ્રયત્ન માત્ર કર્યા છે.