વડોદરા: તમિલનાડુના ઓપનર એન. જગદીશને પોતાની શાનદાર બેટિંગથી બધાનું દિલ જીતી લીધું છે. આ ખેલાડીએ વિસ્ફોટક બેટિંગનું અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું. નારયણ જગદીશ જે જમણા હાથના ઓપનિંગ બેટ્સમેન છે, તેેણે એક જ ઓવરમાં સતત 6 ચોગ્ગા ફટકાર્યા. જગદીશને રાજસ્થાનના ઓપનર અમન શેખાવતની ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. રસપ્રદ વાત એ છે કે, શેખાવતે તેની એક ઓવરમાં કુલ 29 રન આપ્યા જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
4⃣wd,4⃣,4⃣,4⃣,4⃣,4⃣,4⃣
— BCCI Domestic (@BCCIdomestic) January 9, 2025
29-run over! 😮
N Jagadeesan smashed 6⃣ fours off 6⃣ balls in the second over to provide a blistering start for Tamil Nadu 🔥#VijayHazareTrophy | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/pSVoNE63b2 pic.twitter.com/JzXIAUaoJt
એક જ ઓવરમાં સાત ચોગ્ગા: જમણા હાથનો મધ્યમ ઝડપી બોલર તેની બીજી ઓવર નાખવા આવ્યો અને તેનો પહેલો બોલ વાઈડ ગયો, જેના પરિણામે એક ચોગ્ગો લાગ્યો. આ પછી, અમન શેખાવતે વાપસી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયો. અમન શેખાવતે સળંગ શોર્ટ બોલ ફેંક્યા અને જગદીશને ઓફસાઇડની બહાર કટ કરીને અને ઓનસાઇડ પર પુલ શોટ રમીને સતત 6 ચોગ્ગા ફટકાર્યા. આમ, તમિલનાડુને અમનના ઓવરના દરેક બોલ પર ફોર મળી. અમન શેખાવત હાલમાં એક યુવા બોલર છે અને તેણે ફક્ત 4 લિસ્ટ A મેચ રમી છે.
4⃣ WDs, 4⃣ 4⃣ 4⃣ 4⃣ 4⃣ 4⃣
— Varun Giri (@Varungiri0) January 9, 2025
What a crazy over! 😲
N Jagadeesan smashed 6 fours in 6 balls in the second over, giving Tamil Nadu a fiery start! 🔥pic.twitter.com/Hd6YbClTVk
વરુણ ચક્રવર્તીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું:
જગદીશન પહેલા વરુણ ચક્રવર્તીએ પણ તમિલનાડુ માટે સારું પ્રદર્શન કર્યું હતું. જમણા હાથના સ્પિનરે 52 રન આપીને પાંચ વિકેટ લીધી. ચક્રવર્તીએ લિસ્ટ A ક્રિકેટમાં ચોથી વખત પાંચ વિકેટ લીધી. આ પ્રદર્શન સાથે, ચક્રવર્તીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાનો દાવો પણ મજબૂત બનાવી દીધો છે.
N Jagadeesan smashed 6⃣ fours off 6⃣ balls
— Prakash (@definitelynot05) January 9, 2025
pic.twitter.com/CsjjHC11vt
રાજસ્થાનના બેટ્સમેનની સદી:
જોકે, રાજસ્થાન માટે ઓપનર અભિજીત તોમરે પણ શાનદાર પ્રદર્શન કર્યું. આ ખેલાડીએ ૧૧૧ રનની સદીની ઇનિંગ રમી. કેપ્ટન મહિપાલ લોમરોરે પણ 60 રનની ઇનિંગ રમી. પરંતુ આ બંને બેટ્સમેન રાજસ્થાનને મોટા સ્કોર સુધી પહોંચાડી શક્યા નહીં. રાજસ્થાનની ટીમ 267 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
આ પણ વાંચો: