ભાવનગર: હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓ છે, જેમના અનેક વ્રતનો ઉલ્લેખ આપણા પુરાણો અને શાસ્ત્રોમાં પણ મળે છે. જેથી ભક્તો દેવી-દેવતાઓને ખુશ કરવા માટે વ્રત રહેતા હોય છે. જેમ કે ગૌરી વ્રત, દશામાના વ્રત, જયા પાર્વતીનું વ્રત જેવા વિવિધ વ્રતના વિવિધ મહાત્મ્ય છે. એવું જ એક વ્રત છે, પોષ સુદ એકાદશી એટલે પુત્રદા એકાદશી. જ્યોતિષ આ મુદ્દે શું કહે છે, ચાલો જાણીએ...
સંતાન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ પુત્રદા એકાદશી : સૌ કોઈને પોતાના ઘરે પારણું બંધાય અને વંશ આગળ વધારવાની ઈચ્છા હોય છે. ત્યારે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સંતાન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેનો હિન્દુ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ મળે છે. જ્યોતિષ કિશનભાઈ જોષીએ જણાવ્યું કે, પોષ સુદ અગિયારસના દિવસે પુત્રદા એકાદશી તરીકે મનાવવામાં આવે છે. વર્ષમાં 2 વખત પુત્રદા એકાદશી આવે છે. એક શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી અને બીજી પોષ મહિનાની સુદ એકાદશી.
વિષ્ણુ પૂજનનું ખાસ મહત્વ : આ દિવસે જેવું નામ છે તેવું જ તેનું મહાત્મ્ય રહેલું છે. જે લોકોને સંતાન પ્રાપ્તિ ન થતી હોય. લાંબા ગાાળાથી મહેનત કરતા હોય પરંતુ સફળતા મળતી ન હોય તેવા લોકોએ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ભક્તિ કરીને પ્રાર્થના કરવી જોઈએ, આખો દિવસ ઉપવાસ રહેવાથી પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી નજીકના ભવિષ્યમાં લોકોના ઘરે પારણું બંધાય તેવું શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે.
વિધિ વિધાનથી પૂજા કરવાથી લાભ: જ્યોતિષ કિશનભાઇ જોશીએ જણાવ્યું કે, આપણા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુની આ દિવસે સાચા મનથી પ્રાર્થના અને ભક્તિ કરવાથી તેના ઘરે સંતાનનું પારણું ભગવાનના આશીર્વાદથી અવશ્ય બંધાય છે.
દંપતીએ કરવી જોઈએ વિષ્ણુ પૂજા: જ્યોતિષ કિશન જોષીના જણાવ્યા મુજબ પુત્રદા એકાદશીના પાવન પર્વ પર પતિ-પત્નીએ ભેગા થઈને ઉપવાસ કરવો જોઈએ, તેમજ ઉપવાસ પણ કરવો જોઈએ. સવારમાં ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવી જોઈએ. તેમજ ઉપવાસ દરમિયાન ફક્ત ફરાળ કરવી જોઈએ. તેમજ વિષ્ણુ સહસ્ત્ર પાઠનો પાઠ કરીને બીજા દિવસે સૂર્યોદય થાય ત્યારે પારણા કરીને વ્રત પૂર્ણ કરવું જોઈએ.
(અસ્વીકરણ- ઉપરોક્ત માહિતી જ્યોતિષશાસ્ત્ર અનુસાર છે. અમે કોઈ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા નથી.)
આ પણ વાંચો: