ETV Bharat / city

EXCLUSIVE: ગુજરાતી અને હિન્દી ફિલ્મો, નાટકોમાં કોમેડી દ્વારા લોકોને હસાવનાર કેતકી દવે સાથે ETV રૂબરૂ - Gujarati artist Ketki Dave

અરર..ર... શબ્દ આવે તેની સાથે યાદ આવી જાય તેવા ગુજરાતી કલાકાર કેતકી દવેની યાદ આવે છે. કેતકી દવેનો અભિનવ ગુજરાતી નાટકો, કોમેડી સિરિયલ અને ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલો છે. હાસ્યાસ્પદ શબ્દો સાથે લોકો પેટ પકડી હશે એટલે સમજી લેવું કેતકી દવે ગુજરાતી અંદાજમાં ડાયલોગ બોલ્યા હશે, ત્યારે આજે કેતકી દવેના ગુજરાતી માતૃભાષા સાથે સંકળાયેલા નાટકો, ફિલ્મો અને સિરિયલ અંગે તેઓના મંતવ્યો શું રહેલા છે.

કેતકી દવે સાથે ETV રૂબરૂ
કેતકી દવે સાથે ETV રૂબરૂ
author img

By

Published : Aug 20, 2021, 5:47 PM IST

  • મૂળ મુંબઈમાં જન્મેલા કેતકી દવે ગુજરાતી કૉમેડીમાં
  • ગુજરાતી નાટકોને ફરી કરવા પડશે જાગૃત
  • બાળકોમાં અન્ય ભાષા સાથે માતૃભાષાનું મહત્વ સમજાવું જોઈએ

અમદાવાદ: ગુજરાત મનોરંજન એક જમાનામાં ધૂમ મચાવતું હતું. ગુજરાતી રંગભૂમિમાં તહેલકો મચાવનાર મશહૂર દિગ્દર્શક પ્રવિણ જોષી અને એટલાં જ લોકપ્રિય અભિનેત્રી સરિતા જોશીની પુત્રી એટલે કે કેતકી દવે છે. ગીત કિંજલ દવેના ગળથૂથીમાં જ રંગભૂમિ અને અભિનયના સંસ્કાર સ્મરણો રહેલા છે. મૂળ મુંબઈમાં 23 જૂન 1960માં જન્મેલા કેતકી દવેએ પ્રાથમિકથી કૉલેજ સુધીનું શિક્ષણ મુંબઈમાં જ લીધું છે. પહેલીવાર તેમણે માત્ર છ વર્ષની ઉંમરે રંગભૂમિ પર પદાર્પણ કર્યું હતું, ત્યારબાદ કેતકી દવેએ અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મો તેમજ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ પોતાનો અભિનવ કર્યો છે.

આ પણ વાંચો- હાસ્ય કલાકાર માયાભાઈ આહીર સાથે ETV BHARATની ખાસ વાતચીત...

કેતકી દવેની ખરી ઓળખ લોકપ્રિયતા કઈ થીમ પછી વધી?

જો કે, તેમને ખરી ઓળખ લોકપ્રિય "ક્યુકી સાસ ભી કભી બહુ" થીમાં દક્ષા કાકીની ભૂમિકાથી મળી હતી. ગુજરાતી નાટકો, સીરીયલ અને કેટલીક હિન્દી ફિલ્મોમાં અભિનયમાં દરેક સ્તર પર એક સરખો પ્રતિભાવ ધરાવતા કેતકી દવે આ ભૂમિકાથી કોમેડી રોલ માટે મજબૂર બન્યા હતા. કેતકી દવેનો સમગ્ર પરિવાર નાટકો અને અભિનય સાથે સંકળાયેલો છે. તેના માતા-પિતા રંગભૂમિમાં નામ કલાકાર હોવા ઉપરાંત તેમના મોટાબહેન પુરભી પણ અભિનેત્રી છે, તો બીજી તરફ ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા અભિનેતા રસિક દવે સાથે કેતકી દવેના લગ્ન થયા છે.

કેતકી દવે સાથે ETV રૂબરૂ

ગુજરાતી ભાષાનું મહત્વ ઘટી રહ્યું છે ?

કેતકી દવેએ ગુજરાતી નાટકો અને ગુજરાતી માતૃભાષા વિશે વિશેષમાં જણાવ્યું કે, અન્ય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી ભાષા ખૂબ જ સરળ અને સમજુ ભાષા રહેલી છે. આજે મને પણ ગર્વ છે, ગુજરાતી ભાષા સાથે સંકળાયેલી છું. સાચે જ દરેક માતા-પિતાએ પણ પોતાના બાળકને અન્ય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી ભાષાનું મહત્વ પણ એટલું જ બતાવવું જોઈએ. ગુજરાતની કમનસીબી છે કે, ધનિક પરિવારો સહિત તમામ લોકો અન્ય ભાષા એટલે કે અંગ્રેજી અને હિન્દીમાં સૌથી વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતીને જે પ્રમાણે પ્રાધાન્ય મળવું જોઈએ તે મળી રહ્યું નથી. જેના કારણે ગુજરાતી નાટકો, ફિલ્મો, સિરીયલો સહિત તમામ મનોરંજન કાર્યક્રમો ફ્લોપ થતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો- કિંજલ દવે, કૈલાશ ખેર, સાયરામ દવે પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ

કોવિડ19ની પરિસ્થિતિને કેતકી દવે કેવી રીતે જોઈ રહ્યા છે?

કોરોનાકાળ એ વિશ્વની મહામારી રહેલી છે. જેમાં કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક સંગઠન, સંસ્થા કે કર્મચારી નહિ, પરંતુ સમગ્ર વિશ્વ હેરાન પરેશાન થયું છે. ત્યારે તમામ લોકોએ આ મહામારીમાં એકમેક થઈને સામનો કરવો પડશે. કોવિડ-19માં નાટકો સાથે જોડાયેલા તમામ લોકો સૌથી વધુ હેરાન થયા છે તે બાબત સ્પષ્ટ છે. જેમાં ટેક્નિકલ અથવા તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે જોડાયેલા તમામ લોકો હેરાન પરેશાન થાય છે. જો કે, સિનિયર કલાકારો દ્વારા તેમને જરૂરી મદદ કરવામાં આવી છે. ત્યારે કોવિડ-19ની આ પરિસ્થિતિમાંથી વહેલીતકે બહાર નીકળીએ, લોકોને સુખાકારી મળી રહે તેવી જ પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.