મહત્વનું છે કે, સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ઇટીવી ભારત દ્વારા "વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે" ગીતને રિલીઝ કરીને સમગ્ર દેશમાં શાંતિ અને એક્તાનો સંદેશો આપ્યો છે, ત્યારે આ વાતને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે પણ આવકારી હતી અને રિ-ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને ઇટીવી ભારતને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

બાપુને અનોખી શ્રદ્ધાંજલિની પહેલ માટે પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને બિરદાવી હતી.