- ગુજરાત સરકારે કોરોના દર્દી અને મોતના આંકડા છૂપાવ્યા
- ખાનગી હોસ્પિટલોએ મનેફાવે તેવા ચાર્જ વસુલ્યા
- ટેસ્ટિંગ ચાર્જિસમાં સરકારે ચાર વખત ઘટાડો કર્યો
- માસ્ક અને સેનિટાઈઝરનો થયો કાળાબજાર
અમદાવાદ : કોરોનાકાળમાં ગુજરાત સરકારે તૈયારીઓ કરવામાં ઉણી ઉતરી છે. છેલ્લી ઘડીને તૈયારીઓને કારણે દર્દીઓને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. કોરોનાના દર્દીઓના અને મોતના આંકડા છૂપાવવાનો આરોપ લાગ્યો હતો. તેમજ પરપ્રાંતિઓ હેરાન થયા, મેડિકલ ક્ષેત્રે માસ્ક અને સેનિટાઈઝરના બમણા દોઢા ભાવ વસુલવામાં આવ્યા, ખાનગી લેબમાં ટેસ્ટિંગના ચાર્જિસ વધુ વસુલાયા બાદ સરકારે હસ્તક્ષેપ કર્યો હતો.
કોરોનાકાળમાં ગુજરાત સરકારની કામગીરીનું મુલ્યાંકન કરવા માટે ETV BHARATએ વિશેષ ડિબેટ કરી
ચાર વખત ખાનગી લેબના ટેસ્ટિંગના ચાર્જિસમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ ખાનગી હોસ્પિટલના પેકેજના ભાવમાં પણ વખતોવખત રિવ્યૂ કરીને ઘટાડો કરવામાં આવ્યો છે. આમ સરકારના હસ્તક્ષેપ બાદ મેડિકલ ક્ષેત્રે સસ્તા ચાર્જિસ થયા હતા. જે દરમિયાન ગુજરાતી પ્રજા લૂંટાઈ ગઈ હતી. કોરોનાકાળમાં ગુજરાત સરકારની કામગીરીનું મુલ્યાંકન કરવા માટે ETV BHARATએ વિશેષ ડિબેટ કરી છે. આ ડિબેટમાં ભાગ લઈ રહ્યા છે, આર્થિક બાબતોના નિષ્ણાંત પ્રો. હેમંતકુમાર શાહ અને રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા…