અમદાવાદ: કાલે હોળી હોવા છતાં હોળીનું માર્કેટ મંદી બતાવી રહ્યું છે. માર્કેટમાં ગ્રાહકો જોવા મળતા નથી. બાળકોને આકર્ષનારી વિવિધ પ્રકારની પિચકારીઓ માર્કેટમાં ઉપલબ્ધ હોવા છતાં, લોકોની ભીડ જોવા મળતી નથી. વેપારીઓ પાસે સ્ટોક હોવા છતાં, લોકો ખરીદી કરવાનું પસંદ કરતા નથી.
લોકો માર્કેટમાં હાજર નેચરલ કલર્સને ખરીદવાનું પસંદ કરે છે. જેથીકૃત્રિમ કલર વેચનારા વેપારી ચિંતામાં જોવા મળે છે. આ ઉપરાંત હોળીને તમામ માલ ચઈનાથી આવતો હોવાથી, લોકો કોરાનાના ભયના કારણે ખરીદી કરવાનું ટાળે છે. જેથી ભારતીય બજારમાં ગ્રહણ લાગ્યું છે.