- અમદાવાદની એક ખાનગી કંપની ઓક્સિજન કોન્સન્ટ્રેટર બનાવશે
- ઇસરો સાથે ટાઇપ કરી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું
- ઇસરો દ્વારા તૈયાર થયેલી ડિઝાઇન ખાનગી કંપનીને સોંપવામાં આવી
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા મેડ ઇન ઇન્ડિયા પર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને હવે, અમદાવાદમાં વેન્ટિલેટર બાદ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન એક ખાનગી કંપની દ્વારા બનાવવાની શરૂઆત કરવામાં આવશે. અમદાવાદની ઇલેક્ટ્રોથર્મ કંપનીએ ઇસરો સાથે MOU કર્યા છે. આ બાદ, ઇસરો દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેના આધારે, ખાનગી કંપની દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉત્પાદન કરવામાં આવશે.
આ પણ વાંચો: કોરોના વાઈરસની મહામારી વચ્ચે મુંબઈના હીરા બજારના ઝવેરીઓનું અનોખું દાન
ઇલેક્ટ્રોથર્મ કંપની અને ઇસરો વચ્ચે MOU કરાયા
ઇસરોના નિષ્ણાંત વૈજ્ઞાનિકો અને ઇજનેરો દ્વારા આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જે ડિઝાઇનના આધારે ઇસરોએ ખાનગી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી હતી. જેમાં, ઇસરોએ મેડિકલ સાધનોનું ઉત્પાદન કરતી કંપનીઓની અરજીને માન્ય રાખી હતી. જેના આધારે જ અમદાવાદના વટવામાં આવેલી ઇલેક્ટ્રોથર્મ કંપની અને ઇસરો વચ્ચે MOU કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, લાઇસન્સ પણ આપી દેવામાં આવ્યું છે.
ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં વાપરાતા સાધનો સ્વદેશી જ હશે
"ઇસરો દ્વારા આપવામાં આવેલી ડિઝાઇનનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આમ, ઇસરો દ્વારા આપવામાં આવેલી ડિઝાઇનના આધારે મશીનનો વઝન વધારે છે. જેમને કંપની દ્વારા હલકુ બનાવવામાં આવશે. આ સાથે, ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં વાપરવામાં આવતા નાના-નાના સાધનો પણ ગુજરાત અને વિવિધ કંપનીઓ પાસેથી જ ખરીદવામાં આવશે. જે પાર્ટનું ઉત્પાદન દેશમાં ન થતુ હોઇ તેવા જ પાર્ટ વિદેશમાંથી આયાત કરવામાં આવશે." - કપિલ શાહ (ડિરેક્ટર, ઇલેક્ટ્રોથર્મ)
આ પણ વાંચો: વડોદરામાં VYOઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 21 મશીનોની ફાળવણી કરાઈ
ઓક્સિજન કોન્સન્ટ્રેટર સ્વદેશી ભાવે મળશે
"કંપની દ્વારા હાલમાં જાણકારી પ્રમાણે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની 60,000 આસપાસ કિંમત રાખવામાં આવશે. જોકે, વિદેશમાંથી આવતા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કિંમત 1થી 1.5 લાખ રૂપિયા જેટલી રાખવામાં આવતી હોય છે. વિદેશી કંપનીઓ માંગના આધારે ભાવમાં વધારો કરે છે. પરંતુ, ભારતમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું ઉત્પાદન શરૂ થતા જ સ્વદેશી ભાવે કોન્સન્ટ્રેટર મળી રહેશે." - કપિલ શાહ (ડિરેક્ટર, ઇલેક્ટ્રોથર્મ)
કંપની દ્વારા 3 પ્રકારના ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું ઉત્પાદન
"કંપની દ્વારા હાલ 3 પ્રકારના ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું ઉત્પાદન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં, પહેલું 3 MLT વાળુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર, બીજુ 5 MLT વાળુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ત્રીજુ 10 MLT વાળુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર બનાવવામાં આવશે. જેમાં, તમામ કોન્સન્ટ્રેટર મેડિકલ સપ્લાય વાળા જ બનાવવામાં આવશે. જેમને લોકો ઘરે પણ વાપરી શકશે. ત્યારે, 10 MLT વાળા ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં 2 ઇનપુટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાંથી 5-5ના 2 આઉટપુટ દર્દીને આપી શકાય." - કપિલ શાહ (ડિરેક્ટર, ઇલેક્ટ્રોથર્મ)