- અમદાવાદમાં ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય ઉપર
- ફાયર સ્ટેશન સહિત હોસ્પિટલમાં પણ ટીમ તૈનાત રાખવામાં આવી
- હોસ્પિટલમાં આકસ્મિક પરિસ્થિતિને લડવા ટીમ તૈયાર
અમદાવાદ : તૌકતે વાવાઝોડાની અસર હવે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. સોમવારની રાતથી જ અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ ફાયર વિભાગે શહેરના 16 ફાયર સ્ટેશનો ઉપર એક એક ટીમ એલર્ટ ઉપર રાખી છે. આ ટીમ કટર બોટ રેસ્કયૂ વાન સાથે સજ્જ છે. જ્યારે પણ ઉપરી કક્ષાથી આદેશ આવશે, ત્યારે ટીમ તાત્કાલિક રવાના થઇ શકશે.
આ પણ વાંચો : જૂઓ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: પોરબંદરમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી, કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ
16 ફાયર સ્ટેશનો ઉપર ટીમ સ્ટેન્ડ બાય
ફાયર વિભાગની ટીમ ફાયર સ્ટેશન ઉપર સ્ટેન્ડ બાય રાખવા ઉપરાંત હોસ્પિટલમાં પણ જો કદાચ વાવાઝોડાના કારણે જો કદાચ આપત્તિજનક પરિસ્થિતિ ઊભી થાય તો તેની સામે લડી લેવા ફાયર વિભાગ તૈયાર જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં 11 ટીમ સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવી છે. જ્યારે ફાયર સ્ટેશન ઉપર એક ટીમ તૈયાર કરવામાં આવી છે. મહત્વનું છે કે, સામાન્ય રીતે એક ટીમમાં 6થી 8 ફાયર જવાનો રાખવામાં આવે છે. જે આકસ્મિક સ્થિતિ ઉપર પહોંચી પરિસ્થિતિને કાબુમાં લે છે.