ETV Bharat / city

બોપલ-ઘુમાની ડમ્પિંગ સાઈટ દૂર થયાં બાદ 3 કરોડના ખર્ચે 22 હજાર સ્કવેર મીટરમાં ઈકોલોજી પાર્ક બનાવાશે - પર્યાવરણનું રક્ષણ

બોપલ-ઘુમા નગરપાલિકા અમદાવાદ કોર્પોરેશનમાં ભળ્યા પછી અહીં ડીપીએસ સ્કૂલની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઈટ બંધ કરી બાયોમાઈનિંગ શરૂ કરાયું છે. AMC દ્વારા અહીં 3 કરોડના ખર્ચે 22 હજાર સ્કવેર મીટરમાં ઈકોલોજી પાર્ક બનાવાશે.

Bopal Ghumani
અમદાવાદ
author img

By

Published : Aug 17, 2020, 2:13 PM IST

  • અમદાવાદનો પ્રથમ ઈકોલોજી પાર્ક તૈયાર થશે
  • 3 કરોડના ખર્ચે 22 હજાર સ્કવેર મીટરમાં ઈકોલોજી પાર્ક બનશે
  • પાર્કમાં પર્યાવરણનું રક્ષણ કરતાં વડ, પીપળો, ગુલમહોર જેવાં વૃક્ષો રોપાશે

અમદાવાદ: તાજેતરમાં જ બોપલ ઘુમા નગરપાલિકાનો સમાવેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયો છે, ત્યારે આ વિસ્તારમાં આવેલી ડીપીએસ સ્કૂલની બાજુમાં ડમ્પિંગ સાઈટ બંધ કરી બાયોમાઈનિંગ શરૂ કરાયું છે. ત્રણ મહિનામાં બાયોમાઈનિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદ મ્યુનિ. દ્વારા અહીં 3 કરોડના ખર્ચે 22 હજાર સ્કવેર મીટરમાં ઈકોલોજી પાર્ક બનાવાશે.

અમદાવાદનો પ્રથમ ઈકોલોજી પાર્ક તૈયાર થશે
અમદાવાદનો પ્રથમ ઈકોલોજી પાર્ક તૈયાર થશે

કહી શકાય કે, અમદાવાદનો આ પ્રથમ ઈકોલોજી પાર્ક તૈયાર થશે. જેનું કામ એક વર્ષમાં પૂર્ણ કરાશે. આ પાર્કમાં હાયનેચર કન્ઝર્વેશન અને એેન્વાયરમેન્ટ પ્રોટેક્શન કરી શકે તેવા વડ, પીપળો, સીમડો, કેસુડો, ગુલમહોર, ગરમાળ, ચંપા તથા કેસિયાની તમામ જાતો ઉછેરશે. ફળ આવે અને પક્ષીઓને પણ ખોરાક મળી રહે તેવા આંબો, બદામ, ખાટી આંબલી, ગુંદા સહિતના વૃક્ષો પણ રોપાશે.

3 કરોડના ખર્ચે 22 હજાર સ્કવેર મીટરમાં ઈકોલોજી પાર્ક બનાવાશે

હાલમાં ચાલી રહેલી બાયોમાઈનિંગની કામગીરી ડિસેમ્બર સુધીમાં પૂરી થશે. આ પાર્કની ખાસિયત એ છે કે, તેમાં એવા વૃક્ષો ઉછેરવામાં આવશે. જે પર્યાવરણને સાનુકૂળ હોવા ઉપરાંત પર્યાવરણનું રક્ષણ પણ કરતા હોય. આ પ્રકારના વૃક્ષોમાં વડ જેવા મોટા વૃક્ષનો સમાવેશ થાય છે.

અમદાવાદના બોપલ ઘુમાની ડંપિંગ સાઈટ
અમદાવાદના બોપલ ઘુમાની ડમ્પિંગ સાઈટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.