ETV Bharat / city

વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે તે માટે ઈ લર્નિંગ સોફ્ટવેર તૈયાર કરાયું - Tirthamahavir Srutagyan Trust

રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા ઘણ સમયથી સ્કૂલ બંધ હતી. ત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12 માટે સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ધોરણ 1 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં નથી. જેને લઈ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને તીર્થમહાવીર શ્રુતજ્ઞાન ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં ધોરણ 5 થી 8 ના ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે તે માટે એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે તે માટે ઈ લર્નિંગ સોફ્ટવેર તૈયાર કરાયું

author img

By

Published : Feb 7, 2021, 4:38 PM IST

  • વિદ્યાર્થીઓ માટે લર્નિંગ સોફ્ટવેર તૈયાર કરાયું
  • ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયું
  • ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને તીર્થકર મહાવીર શ્રુતજ્ઞાન ટ્રસ્ટ દ્વારા સોફ્ટવેર તૈયાર કરાયું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ 1 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં નથી. જેને લઈ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને તીર્થમહાવીર શ્રુતજ્ઞાન ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં ધોરણ 5 થી 8 ના ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહે તે માટે એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

સોફ્ટવેર તમામ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ

આ સોફ્ટવેરની મદદથી વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને બીજા વિષયમાં વધુ જ્ઞાન સરળતાથી મેળવી શકે તે માટે અભ્યાસક્રમ સાથેનું આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ઓનલાઇન શિક્ષણ તેમને મર્યાદિત સમય માટે દિવસ દરમિયાન આપવામાં આવતું હતું, ત્યારે હવે આ સોફ્ટવેરની મદદથી તેઓ ગમે ત્યારે અભ્યાસ કરી શકશે. આ સોફ્ટવેર તમામ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ આ સોફ્ટવેરની માધ્યમથી અભ્યાસ કરી શકશે

ટ્રસ્ટના આગેવાને જણાવ્યું કે, ઈ-લર્નિંગ નામનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેનો હેતુ એ છે કે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને અમે મફતમાં શિક્ષણ પૂરું પાડી શકીએ. આ સાથે અમે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જે સ્કૂલો કાર્યરત છે, ત્યા અમે આનો પ્રચાર કરશું. www. tmstrust. org. in. વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓ આ સોફ્ટવેરની માધ્યમથી અભ્યાસ કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.