અમદાવાદ : શહેરમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તાર પાણી (Road Damage Rain in Ahmedabad) ભરવાની સમસ્યા ઉદભવી હતી. જેના કારણે ચારેબાજુ કાદવ કીચડ ચારેબાજુ જોવા મળી રહ્યો હતો. તેથી અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં જ્યાં પણ કાદવ કીચડ છે. તેને તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં ભીનો-સૂકો કચરો એકત્ર કરવા માટે 16 લાખ ડસ્ટબીન વિતરણ કરવાનું આયોજન હતું. જેમાં અત્યાર સુધી 11 લાખ જેટલા ડસ્ટબીન વિતરણ કરી દેવામાં આવ્યું છે.
નવા એક પણ રોડ તૂટ્યા નથી - શહેરમાં પડેલા ભારે વરસાદથી અનેક (Rain in Ahmedabad) રોડ તૂટવાના કેસ સામે આવ્યા હતા. પરંતુ કોર્પોરેશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, શહેરમાં તાજેતરમાં નવા બનાવેલા એક પણ રોડ તૂટ્યો નથી. જે પણ રોડ તૂટ્યા છે. તે જુના રોડ છે. બોપલમાં બે વર્ષ પહેલાં કોર્પોરેશનમાં સામેલ કરવામાં આવ્યું છે અને જે પણ રોડ છે. તે જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવ્યા છે. હાલમાં ગટરની કામગીરી ચાલી છે. તે કામગીરી પૂર્ણ થતાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : Doctors on strike: રાજ્યવ્યાપી ખાનગી તબીબોનો વિરોધ પ્રદર્શન, અમદાવાદમાં થઈ હજાર કરતા વધુ હોસ્પિટલો બંધ
સફાઈને લઈને અધિકારીને સૂચના - ચોમાસામાં વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા અને કાદવ કીચડ થયા છે. રોડ ઉપર ગટરની કેચપીટની આસપાસ તેમજ અન્ય જગ્યાએ કાદવ-કીચડ છે અને ગંદકી છે. ત્યાં સફાઈ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નાની પાવડીઓ દરેક વોર્ડમાં આપવામાં આવી છે. તેના દ્વારા રોડ પર કચરો સાફ કરી અને ઉપાડી લેવા સોલિડ મેનેજમેન્ટ વિભાગને જાણ કરાઈ છે. ડોર ટુ ડોર કચરાની ગાડીઓ પણ નિયમિત રીતે કચરો લેવા આવે તેના માટે પણ જાણ કરાઇ છે. રોડ પર જે પણ જગ્યાએ ઝાડના ડાળખા દૂર કરવાની જરૂર છે ત્યાં ઝાડ ટ્રિમિંગ કરવાની પણ સૂચના અપાઈ છે.
રોડ પર ખર્ચ સાથે કોન્ટ્રાકટરનું નામ - અમદાવાદ શહેરમાં જે પણ નવા રોડ બનાવવામાં (Road Construction Contractor in Ahmedabad) આવ્યા છે તેમજ નવા બનાવવામાં આવનાર છે. તેમાં કોન્ટ્રાક્ટરના નામ રોડની વિગત અને મોબાઈલ નંબર લખવામાં આવે છે. તમામ વિગતો ના જે પણ બોર્ડ રોડ પર લગાવવામાં આવે છે તે કેટલાક લોકો કાઢી નાખતા હોય છે અથવા તેને દૂર કરી દેતા હોય છે. જેથી હવેથી પથ્થરના ઉપર તકતી જેવા બોર્ડ લગાવવામાં આવશે. જેનાથી આ તમામ વિગતો રોડ પર લોકો સરખી રીતે જોઈ શકશે.
આ પણ વાંચો : Mosquito Disease in Ahmedabad: મચ્છરજન્ય રોગથી બચવા આટલું કરો, AMCએ કરી અપીલ
શહેરમાં 11 લાખ ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યું - અમદાવાદ કોર્પોરેશન દ્વારા કચરો એકત્ર કરવા માટે ભીનો અને સૂકો કચરો (Mud Slush in Ahmedabad) અલગ અલગ કરવા માટે ઘરે ઘરે વિના મૂલ્યે ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા કુલ 16 લાખ ડસ્ટબીન વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાંથી શહેરના 5.30 લાખ મકાનમાં કુલ 11 લાખ જેટલા ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે.હજુ પણ જે સોસાયટી બાકી હોય તે સોસાયટીના લેટર પેડ પર જે તે ઝોનની ઓફિસ અથવા કોર્પોરેશનમાં આવીને તે લેટર આપે તો તેમને પણ ડસ્ટબીન આપવામાં આવશે.