ETV Bharat / city

Drugs Seized In Ahmedabad: અમદાવાદમાં ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત, ઝડપાયેલા આરોપીઓ વિશે સામે આવી ચોંકાવનારી માહિતી - ગુજરાતમાં એમડી ડ્રગ્સની હેરાફેરી

અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી 238.400 ગ્રામ MD ડ્રગ્સના (Drugs Seized In Ahmedabad) જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સના આ જથ્થાની અંદાજિત બજાર કિંમત 23.84 લાખ રૂપિયા હોઈ શકે છે. બંને આરોપીઓ પહેલી વખત જ ગુનાખોરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ રાજસ્થાનના છે.

અમદાવાદમાં ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત, ઝડપાયેલા આરોપીઓ વિશે સામે આવી ચોંકાવનારી માહિતી

author img

By

Published : Apr 26, 2022, 9:20 PM IST

અમદાવાદ: ગુજરાતને ડ્રગ્સના (Drugs In Gujarat) રવાડે ચડાવવા માટે અનેક દેશો કરતૂત કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાત ATS અને અન્ય એજન્સીઓના સહયોગથી કરોડોનું ડ્રગ્સ પકડાયું (Drugs Seized At Kandla Port) છે. તો હવે અમદાવાદમાંથી MD ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઓઢવ નજીકથી પકડાયો (Drugs Seized In Ahmedabad) છે. આ મામલે SOGની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી 28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

SOGની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી 28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો.

સોનીની ચાલી નજીકથી બંને આરોપીઓને ઝડપ્યા- પોલીસની ઝપેટમાં આવેલા આરોપીઓના નામ મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર છે. બંને મૂળ ડૂંગરપુર રાજસ્થાન (Crime In Dungarpur Rajasthan) રહેવાસી છે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પૈસાની લાલચે આ ખેડૂતો ડ્રગ્સ કેરિયર બનીને અમદાવાદ MD ડ્રગ્સ (MD Drugs In Ahmedabad) સપ્લાય કરવાના હોવાની બાતમી મળતા SOGની ટીમ વોચમાં હતી. ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે બંને શખ્સોને સોનીની ચાલી નજીકથી ઝડપી લીધા હતા. કારમાં આવેલા આરોપી મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જ અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો: Drugs Smuggling In Gujarat Coast: જખૌમાં ઝડપાયેલ ડ્રગ્સના કાળા કારોબાર પાછળ કોનો હાથ? જૂઓ સંપૂર્ણ માહિતી

238.400 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબજે- SOGની ટીમે પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ જે કાર લઇને આવ્યા હતા તે કાર પણ માત્ર MD ડ્રગ્સ હેરાફેરી (MD Drugs Rigging In Gujarat) કરવા માટે જ ઉપયોગમાં લેવાઇ હતી. હાલ તો 238.400 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જેની અંદાજિત બજાર કિંમત 23.84 લાખ રૂપિયા હોઈ શકે છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, રાજસ્થાનના લોકેશ હુકા પાટીદારે આ ડ્રગ્સનો જથ્થો લઈ 2 આરોપી મોકલ્યા હતા. જેના બદલે મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદારને 2 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

આ પણ વાંચો: Gujarat ATS Maritime Strike: પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATSની દરિયાઈ સ્ટ્રાઈક, હર્ષ સંઘવીએ કહ્યું- જેટલા મોકલશો એટલા પકડીશું

છૂટક વેચાણ માટે જથ્થો મંગાવ્યો હતો- પકડાયેલા બંને આરોપીઓ પહેલી વખત જ ગુનાખોરી (Crime In Ahmedabad)માં સંડોવાયેલા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. જેમાં ડ્રગ્સ સપ્લાય કરનારો લોકેશ હુકા પાટીદાર અગાઉ 2 વર્ષ અમદાવાદમાં રહી ચુક્યો છે. આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો. ડ્રગ્સ રિસીવર કરનારે છૂટક વેચાણ માટે જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ખેડૂતો પણ પૈસાની લાલચમાં ડ્રગ્સ કેરિયર બની રહ્યા હોવાનું આ કેસમાં સામે આવતા ડ્રગ્સ ડિલર્સને પકડવા ક્રાઇમ SOGએ ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.