ETV Bharat / city

DPS સ્કૂલની માન્યતા રદ્દ, DPSની અન્ય બ્રાન્ચમાં ટ્રાન્સફર ના કરતી હોવાની ફરિયાદ સામે આવી - Bopal Branch

DPS ઇસ્ટ સ્કુલની માન્યતા રદ થઇ છે, ત્યારે હવે સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પર ચિતાના વાદળો ઘેરાયા છે. જેમાં ચાલુ વર્ષમાં સ્કુલની માન્યતા રદ થતા હવે બાળકોને ક્યાં ભણાવવા તે અંગે સવાલ ઉભો થયો છે. જ્યારે બીજી તરફ DPS ઇસ્ટમાં વાલીઓ જાય છે, ત્યારે વાલીઓને LC અને લેટર આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને DPSની બોપલ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા નથી.

DPS સ્કૂલની માન્યતા રદ્દ
DPS સ્કૂલની માન્યતા રદ્દ
author img

By

Published : Aug 19, 2021, 7:04 PM IST

  • DPSની માન્યતા રદ થતા LC આપીને અન્ય બ્રાન્ચમાં ટ્રાન્સફર ના કરતા હોવાની ફરિયાદ
  • લેટરમાં DPSની અન્ય બ્રાન્ચમાં એડમીશન આપવામાં આવશે તેનો ઉલ્લેખ નથી
  • 300 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે

અમદાવાદ: DPS સ્કુલની માન્યતા રદ થતા ફરીથી સ્કુલે માન્યતા માટે અરજી કરી હતી. આ દરમિયાન સ્કુલે વાલીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે, જે વાલીઓએ LC લેવું હોય તે LC લઇ શકે છે અને તેમને બોપલ DPSમાં એડમીશન મેળવવું હોય તો તે પણ આપવામાં આવશે, પરંતુ વાલીઓને આશા હતી કે, DPS ઇસ્ટને મંજુરી મળશે જેથી વાલીઓએ માન્યતા મળવાની રાહ જોઈ, પરંતુ સ્કુલની માન્યતા રદ થઇ છે ત્યારે આજે વાલીઓ સ્કુલ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો- નિત્યાનંદ વિવાદ: CBSEએ DPS ઈસ્ટની માન્યતા કરી રદ, 10-12ના વિદ્યાર્થીઓ 2020ની પરીક્ષા આપી શકશે

સ્કુલ પર પહોંચેલા વાલીઓને LC આપવામાં આવે છે

આ મામલે સ્કુલ પર પહોંચેલા વાલીઓને LC આપવામાં આવે છે અને સાથે લેટર આપવામાં આવે છે. જેમાં બોપલ DPSમાં એડમીશન આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ લેટરમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સ્કૂલને યોગ્ય લાગશે તેને જ એડમીશન આપવામાં આવશે. અત્યાર સુધી DPS ઇસ્ટમાંથી કોઈ પણ બાળકને DPS બોપલમાં એડમીશન આપવામાં આવ્યું નથી. જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે

સ્કુલે બોપલ બ્રાન્ચમાં સ્કૂલને યોગ્ય લાગશે તો જ એડમીશન આપવા જણાવ્યું છે

જ્યારે વાલીએ જણાવ્યું હતું કે, માન્યતા રદ થતા આજે અમે વાલીઓ સ્કુલ પર પહોંચ્યા હતા. જ્યાં અમને LC તો આપવામાં આવી રહી છે, પરંતુ સાથે કન્ફોર્મ એડમીશન આપવામાં આવી રહ્યું નથી. સ્કુલે બોપલ બ્રાન્ચમાં સ્કૂલને યોગ્ય લાગશે તો જ એડમીશન આપવા જણાવ્યું છે અને બોપલ DPSમાં એડમીશન લેવા વાલી જાય ત્યારે તેમની સાથે દુરવ્યવહાર કરવામાં આવે છે.

DPS સ્કૂલની માન્યતા રદ્દ

આ પણ વાંચો- અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમીટિએ ગાંધીનગરની DPS સ્કૂલને ફટકારી નોટીસ

સરકાર અને સ્કૂલ વચ્ચેના વિવાદમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પીસાઈ રહ્યા છે

DEO તરફથી પણ મદદ માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ અમારા બાળક પહેલેથી DPS સ્કુલમાં ભણ્યા છે માટે DPS બોપલ કે તેના સમકક્ષ સ્કુલમાં અમારે એડમીશન જોઈએ છે. ત્યારે વધુમાં વાલીએ કહ્યું હતું કે, હવે સરકાર અને સ્કૂલ વચ્ચેના વિવાદમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પીસાઈ રહ્યા છે. ત્યારે 300 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે, ત્યારે આગામી સમયમાં શુ નિર્ણય આવે છે તે જોવું રહ્યું અને શિક્ષણ વિભાગ દ્વારા શુ પગલાં લેવામાં આવે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.