- ઘાટલોડિયા ડબલ મડર કેસમાં આરોપીએ કર્યા ખૂલાસા
- લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું
- પરિવારને ઓનલાઈન 12 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા
અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્વ દંપતીની હત્યા (Murder of an elderly couple) મામલે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે (Ahmedabad Police Commissioner Sanjay Srivastav) પત્રકાર પરિષદ યોજી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઈમબ્રાન્ચ સહિતની પોલીસની ટીમ (Police Team), ટેક્નિકલ ટીમ (Technical Team) પણ તપાસમાં જોડાઈ હતી. દિવાળીના તહેવારોમાં પણ ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારે 2 નવેમ્બરે શહેરમાં બનેલી ડબલ મર્ડર કેસમાં (Double Murder Case) મામલે ક્રાઈમબ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે સમગ્ર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસની વિવિધ ટીમ બનાવીને ઘરઘાટી, ડિલિવરી બોય, તેમની આસપાસના રહીશોની પૂછપરછ કરવામાં આવી હતી. એટલું જ નહીં કન્સ્ટ્રક્શન સાઈટના મજૂરોની પણ તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- Psycho Rapist : 3 બાળકીઓ પર દુષ્કર્મ કરનાર એક જ આરોપી, 3 વર્ષની બાળકીની હત્યા કરી દુષ્કર્મ આચર્યું
વૃદ્ધ દંપતીની હત્યા કરીને આરોપીઓએ કબાટમાં પૈસા અને અન્ય વસ્તુઓ શોધી પણ ન મળી
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લે મેડીકલ ડિલીવરી બોયે ઘરની મુલાકાત લીધી હતી. જોકે, પોલીસને આરોપીઓ અંગે બાતમી મળી હતી. આરોપીઓ ચોરી કરવાના ઈરાદે ફ્લેટમાં ગયા હતા. આરોપીઓ એક બાદ એક ફ્લેટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને એક ઘરમાં જોતા ઘણા લોકો દેખાયા હતા. આરોપીઓએ ઓછા લોકો રહેતા હોય તેવી બિલ્ડિંગ પસંદ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ એવા ફ્લેટમાં ગયા, જ્યાં એક દાદા અને દાદી રહેતા હતા. આરોપીઓએ આ ઘરમાં ઘૂસીને પહેલા દાદા અને પછી દાદીની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ઘરમાં કબાટની ચકાસણી કરી હતી. જોકે, તેમને ઘરમાં કંઈ પણ નહતું મળ્યું. જોકે, હત્યા પછી આરોપીઓએ પહેલાની જેમ જીવન જીવી રહ્યા હતા અને તેઓ વિચારતા હતા કે, પોલીસ તેમને ક્યારેય પકડી જ નહીં શકે.
આ પણ વાંચો- સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરાઈ: ફોરેન્સિક રિપોર્ટમાં કરાયો ખુલાસો
આરોપીઓએ પોતાના પરિવારને ઓનલાઈન 12,000 રૂપિયા પણ મોકલ્યા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ ઝારખંડના ખૂંટી જિલ્લાના છે. તેઓ કન્સ્ટ્રક્શન સાઈટ (Construction Sites) પર સેન્ટિંગનું કામ કરતા હતા. તેમણે ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનથી (Online Payment Application) તેમના પરિવારને 12,000 રુપિયા મોકલ્યા હતા. લેબર કોન્ટ્રેક્ટર થકી આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. વૃદ્ધ દંપતીની હત્યા આરોપીઓએ કર્યાની કબૂલાત કરી હતી. ઝારખંડના કેટલાક વિસ્તારમાં લોકો છરી સાથે રાખે છે. તેના વડે બંનેની હત્યા નીપજાવી દીધી હોવાનું કબૂલ્યું છે. પોલીસ તપાસમાં આરોપીઓ નક્સલવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોય તેવું સામે આવ્યું નથી. આરોપીઓના ઘરેથી 500 રૂપિયા મળ્યા છે. હત્યા કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા.
વૃદ્ધ દંપતી ઘરમાં એકલા રહેતા હતા
દિવાળીના બે દિવસ પહેલાં ઘટલોડિયામાં સિનિયર સિટિઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હતી. ઘાટલોડિયાના પારસમણી એપાર્ટમેન્ટમાં (Ghatlodia's Parasmani Flat) દયાનંદ સુબરાવ (Dayanand Subrav) અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી (Vijayalakshmi) એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટના ઈરાદે તેમના પર હુમલો કરી દીધો હતો. એમાં વૃદ્ધ દંપતીનાં મોત નીપજ્યાં હતાં.