- PIU વિભાગ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તબીબો રોષે ભરાયા
- બંધ ઓફિસમાં બારણા તોડી વિરોધ નોંધાવ્યો
- ફરિયાદ સાંભળવા માટે તબીબોને સિનિયર તબીબોનું ટોળું દોડી આવ્યું
અમદાવાદ : અસારવા સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીને લઈ અનેક પ્રશ્નો છેલ્લા કેટલાક દિવસોથી ઉદ્દભવી રહ્યા છે. જેને લઈ સતત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને અરજીઓ આપવામાં આવી છે, પરંતુ પ્રશ્નનું નિવારણ ન આવતા રવિવારના રોજ PIU વિભાગના ડૉક્ટર્સે બંધ રહેલી ઓફિસમાં તોડફોડ કરી વિરોધ નોંધાવ્યો છે. આ અગાઉ પણ આજ પ્રકારે વિરોધ નોંધવામાં આવ્યો હતો. તોડફોડ થઇ રહી હોવાની માહિતી સિનિયર તબીબોને મળતાની સાથે જ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: કોલવડા આયુર્વેદિક કૉલેજના તબીબોએ પીરસાતા વાસી ભોજનને લઈને કરી ભુખ હડતાલ
પાણી ન આવતા રેસિડેન્ટ ડૉકટર્સની સહન શક્તિ ખૂટી
પાણીના પ્રશ્નનો ઉકેલ આગામી દિવસોમાં કરવામાં નહીં આવે તો રેસિડેન્ટ ડૉક્ટર્સે આંદોલન પર ઉતરવાની ચીમકી આપી છે. PIU વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર્સ ગત કેટલાય સમયથી પીવાના પાણીને લઈને હેરાન પરેશાન છે. જેનો ઉકેલ વહેલી તકે લાવવાની માગ તેમને કરી છે.