ETV Bharat / city

દિવાળીના તહેવાર પર નાગરિકોની સલામતી માટે પોલીસનો એક્શન પ્લાન

author img

By

Published : Oct 18, 2022, 9:37 AM IST

દિવાળીના તહેવારને લઈને લોકો માટે અમદાવાદ (Diwali festival in Ahmedabad) શહેર ટ્રાફિક પોલીસે વિશેષ આયોજન કર્યું છે. તહેવારને લઈને નાગરિકોને માટે ટ્રાફિક, ભીડભાડમાં ચોરી, બંધ મકાનને લઈને એક હજારથી વધુ પોલીસ સ્ટેન્ડ રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. (Ahmedabad Traffic Police Diwali festival)

દિવાળીના તહેવાર પર નાગરિકોની સલામતી માટે પોલીસનો એક્શન પ્લાન
દિવાળીના તહેવાર પર નાગરિકોની સલામતી માટે પોલીસનો એક્શન પ્લાન

અમદાવાદ દિવાળીના તહેવારને અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ (Diwali festival in Ahmedabad) રહે અને લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના એક હજારથી વઘુ સ્ટાફ ઉપરાંત, પોલીસનો સ્ટાફ પણ તૈનાત રહેશે. સાથે સાથે ટ્રાફિકની સમસ્યા નિવારવા બાઇક દ્વારા સતત પેટ્રોલિંગ અને આડેધડ થતા વાહનોને ટોઇંગ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. (Ahmedabad Traffic Police Diwali festival)

ટ્રાફિકની સ્થિતિ પહોંચી વળવા એક હજારથી વધુ પોલીસ સ્ટેન્ડ

લોકોને ભારે હાલાકીનોે સામનો દિવાળીના તહેવારને લઇને અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો (Diwali festival in Ahmedabad Traffic Police) કરવો પડે છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે વિશેષ આયોજન કર્યું છે. જે અંગે માહિતી આપતા ટ્રાફિક વિભાગના JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર સાંજના સમયે વધારાના 700 જેટલા ટ્રાફિક બ્રિગેડ અને નવી ભરતી કરાયેલા 500 જેટલા હોમગાર્ડના જવાનોને પણ ટ્રાફિક સંચાલનની કામગીરી સોંપવામાં આવી છે.(Ahmedabad Police Diwali Planning)

બંધ મકાન હોય તો પોલીસને જાણ કરો વધુમાં જણાવ્યું હતું કે, શહેરના આંતરિક રસ્તાઓ પર પેટ્રોલિંગ કરવા માટે 70 જેટલા હોક બાઇક અને 70 જેટલી PCR વાન પર નજીકના પોઇન્ટ પર હાજર રાખવામાં આવશે. આ સાથે મહિલા પોલીસની ટીમ દર વર્ષની માફક ભીડભાડ વાળા વિસ્તારોમાં રહેશે. જેથી પર્સ ચોરી કે સ્નેચીંગ જેવી ઘટનાને ટાળી શકાય. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર લોકોને વધારે પરેશાન ન થવું પડે તે માટે પણ વિવિધ આયોજન કરાયા છે. તો બીજી તરફ દિવાળીના તહેવારોમાં બહારગામ જતા લોકોને પોલીસે સૂચના આપી છે કે તે બંધ મકાન અંગે પોલીસને જાણ કરે. જેથી રાતના સમયે આ મકાનોની આસપાસ નિયમિત પેટ્રોલીંગ કરી શકાય. (diwali festival date 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.