ETV Bharat / city

અમદાવાદમાં કરફ્યુની સ્થિતિમાં લાયન્સ ક્લબ દ્વારા નિરાધારોને ભોજન વિતરણ - લાયન્સ ક્લબ અમદાવાદ

અમદાવાદમાં કર્ફ્યુની આ વિકટ પરિસ્થિતિમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ તથા ગુજરાતના વેપારી મંડળ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ પોલીસ દ્વારા સાથે મળીને સમગ્ર અમદાવાદમાં ગરીબ અને નિરાધારોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Nov 27, 2020, 2:02 PM IST

  • અમદાવાદમાં કરફ્યુની પરિસ્થિતિમાં લાયન્સ ક્લબ દ્વારા નિરાધારોને ભોજન આપવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે
  • લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા અમદાવાદમાં કરફ્યુમાં નિરાધારોને ભોજન પહોંચાડવાનો સેવાયજ્ઞ
  • અમદાવાદમાં બે દિવસીય કરફ્યુમાં 25,000 ગરીબો સુધી ભોજન પહોંચ્યું
  • પોલીસ, ગુજરાત વ્યાપારી મંડળ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સહયોગથી થયું આ કાર્ય

અમદાવાદઃ દિવાળીના તહેવારો બાદ અમદાવાદમાં વધતા કોરોના કેસોના કારણે બે દિવસીય કરફ્યુ લાદવામાં આવ્યો હતો. અમદાવાદમાં કર્ફ્યુની આ વિકટ પરિસ્થિતિમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ તથા ગુજરાતના વેપારી મંડળ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ પોલીસ સાથે મળીને સમગ્ર અમદાવાદમાં ગરીબ અને નિરાધારોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યુ છે, ત્યારે હવે તમનું લક્ષ્ય આ પ્રોજેકટને આગળ વધારીને 1 લાખ નિરાધાર ગરીબોને ભોજન પહોંચાડવાનું છે.

લોકડાઉનમાં પણ સંસ્થાએ કર્યું પ્રશંસનીય કાર્ય

લોકડાઉન વખતે આપણે જોયું હતું કે, સમગ્ર દેશમાં ગરીબોને ભોજન પુરુ પાડવા સેવાયજ્ઞો શરૂ થયા હતા. ગુજરાતમાં પણ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલે આ સમયે ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન પુરૂ પાડ્યુ હતુ. આ ઉપરાંત લોકોમાં માસ્ક અને સેનિટાઈઝરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં કરફ્યુની સ્થિતિમાં લાયન્સ ક્લબ દ્વારા નિરાધારોને ભોજન આપવાનું પ્રશંસનીય કાર્ય

રાત્રી કરફ્યુમાં પણ સંસ્થાનું સેવા કાર્ય શરૂ

અમદાવાદમાં તાજેતરના બે દિવસીય કર્ફ્યૂ દરમિયાન 25,000 ગરીબો સુધી ભોજન બનાવીને પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાયન્સ ક્લબ દ્વારા પોલીસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને તેમજ જરૂરીયાતમંદ લોકોને વર્તમાન રાત્રી કરફ્યુમાં ચા-નાસ્તો પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદનું દરેક પોલીસ મથક સેવા કાર્યમાં આપી રહ્યું છે સહકાર

જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવાનું કાર્ય અમદાવાદના 50 પોલીસ સ્ટેશન દ્વારા 100 થી વધારે વાહનો મારફતે, 700 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ બે કલાકની અંદર થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

બજાર કરતા ખૂબ નીચા ભાવે આપી રહ્યા છે વેપોરાઇઝર

આ સંસ્થા ગરીબોને ભોજન તો પુરૂ પાડી જ રહી છે સાથે સાથે કોરોના મહામારીમાં ઇલેટ્રોનિક નાસ લેવાના મશીન બજાર ભાવ કરતા ખૂબ જ નીચા ભાવે અપાઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.